તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગરમાં આજે 06 કોરોના કેસોની સામે 11 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 40 સેન્ટરો પરથી ત્રણ હજારથી વધુ લાભાર્થીનું ટીકાકરણ થયું

ગાંધીનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયથી કોરોનાના પોઝિટિવ દર્દીઓ સીંગલ ડીજીટમાં આવી રહ્યા છે. આજે નવા 06 કેસ સરકારી ચોપડે નોંધાયાં છે તો સારવાર લઇ રહેલાં 11 દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે.

ગાંધીનગરનાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 06 કોરોના કેસોની સામે 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 3389 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 02 કેસની સામે 07 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાંથી 04 કોરોના કેસો સામે આવ્યા હતા. જેની સામે 04 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર મળીને કુલ 06 કોરોના કેસોની સામે 11 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 3389 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 02 લાખ 73 હજાર 044 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 89 હજાર 985 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 97 હજાર 186 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 66 હજાર 669 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...