બાળકો નાસી ગયા:ગાંધીનગરમાં બાળ સુરક્ષા ગૃહમાંથી વધુ ત્રણ બાળકો ભાગી જતાં પોલીસની દોડધામ, બારીની લોખંડની ગ્રીલ તોડી બાળકો નાસી ગયા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો ભાગી જવાનો વધુ એક કિસ્સો સેક્ટર 21 પોલીસ ચોપડે નોંધાયો
  • પોલીસે બાળકોને શોધવા દોડધામ શરૂ કરી

ગાંધીનગરના સેકટર - 17 માં આવેલા બાળ સુરક્ષા ગૃહમાંથી બાળકો ભાગી જવાની ઘટનાઓ સતત વધી રહી છે. ગઈકાલે મંગળવારે રાત્રિ દરમિયાન બાળ ગૃહમાંથી ત્રણ કિશોર નાસી જતાં સંસ્થાનાં કર્મચારીઓની સાથે પોલીસની દોડધામ વધી છે.

ગાંધીનગરના સેક્ટર - 17 માં આવેલા બાળ સંરક્ષક ગૃહમાંથી એક પછી એક બાળકો ભાગી જવાની ઘટનાઓ વધી રહી હોવા છતાં સંસ્થા દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનો વધુ એક કિસ્સો સેકટર - 21 પોલીસ ચોપડે નોંધાયો છે.

ગાંધીનગરના સેકટર - 17 માં આવેલા બાળ સુરક્ષા ગૃહમાં બાળકોની કાળજી અને રક્ષણ અધિનિયમ 2015 હેઠળ સંભાળ અને રક્ષણની જરૂરિયાત વાળા 6 વર્ષથી 18 વર્ષ સુધીના બાળકો આશ્રય મેળવે છે. સંસ્થાના કચેરી અધિક્ષક મેહુલ તેરૈયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રિ દરમિયાન આશ્રિત ત્રણ બાળકો રસોડા પાછળની લોબીની બારીની લોખંડની ગ્રીલનાં સળિયા તોડીને નાસી ગયા હતા.

જે અંગે સીસીટીવી ચેક કરતા માલુમ પડયું હતું કે બાળ ગૃહમાંથી અજય રાજભાન સાકેત (ઉ. 16, રહે. મધ્યપ્રદેશ), દિનેશ ખનતભાઈ યાદવ (ઉ. 15, રહે. બિહાર) તેમજ 16 વર્ષીય આદિત્ય નામનો કિશોર પણ રાત્રીના સમયે બારીનાં લોખંડના સળિયા તોડીને ભાગી જતાં નજરે ચડયા હતા. જેનાં પગલે કચેરી અધિક્ષક દ્વારા ફરિયાદ આપતાં સેકટર - 21 પોલીસે ગુનો નોંધી ગુમ બાળકોને શોધી કાઢવા દોડધામ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ પણ બાળકો બાળ ગૃહમાંથી ભાગી જવાના બનાવો પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...