ભાસ્કર વિશેષ:ગાંધીનગરમાં ફાફડા અને જલેબીના ગત વર્ષ કરતાં કિલોના ભાવમાં રૂ. 50થી 70નો વધારો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રો મટિરિયલના ભાવમાં વધારો અને કારીગરોએ મજૂરી વધારી દેતાં ભાવ ઉંચકાયા

દશેરાના દિવસે જિલ્લાવાસીઓને ફાફડા જલેબીને આરોગવા આર્થિક રીતે મોંઘા પડશે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં પ્રતિ કિલોએ રૂપિયા 50થી 70નો વધારો ઝિંકાયો છે. અસત્યની ઉપર સત્યના વિજયના પર્વ વિજયાદશમી પર્વની ઉજવણી લોકો કરતા હોય છે. દશેરાના દિવસે લોકો ફાફડા અને જલેબી ખાતા હોય છે. જેને પરિણામે ગ્રામ્ય વિસ્તારોથી લઇને નાના-મોટા શહેરોમાં ઠેર ઠેર ફાફડા અને જલેબીના વેચાણના પંડાલો ઉભા થાય છે.

એક અંદાજ મુજબ સમગ્ર જિલ્લામાં અંદાજે નાના મોટા 800 જેટલા વેપારીઓ ફાફડા અને જલેબીનું વેચાણ કરતા હોય છે. જોકે કોરોનાની મહામારીને કારણે દરેક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેની પાછળ પેટ્રોલ અને ડિઝલના થયેલા ભાવ વધારાનું મુખ્યકારણ છે. ટ્રાન્સપોર્ટેશનના ભાડામાં વધારો થતાં તેની સીધી અસર જીવન જરૂરીયાત ચીજવસ્તુઓના ભાવ ઉપર પડી છે. આથી ગત વર્ષ કરતા ખાંડ, ઘી, તેલ, ગેસ, બેસન, મસાલા સહિતના ભાવમાં વધારો થયો છે.

ઉપરાંત ફાફડા અને જલેબી બનાવતા કારીગરોએ મજુરીમાં પણ વધારો કરી દેતા આથી ગત વર્ષની સરખામણીએ ફાફડા અને જલેબીના ભાવમાં વધારો થયો છે. ફાફડા અને જલેબી બનાવતા કારીગરોએ પણ મોંઘવારીને ધ્યાનામાં રાખીને મજુરીમાં પણ વધારો કરી દીધો છે. ગત વર્ષે એક દિવસની મજુરીના રૂપિયા 5000 હત જે ચાલુ વર્ષે રૂપિયા 8000 કરી દીધી છે. ફાફડા અને જલેબી સ્ટોકમાં બનાવવાની હોવાથી બે કે ત્રણ દિવસ કારીગરોને રાખવા પડતા હોય છે તેમ વેપારીઓએ જણાવ્યું છે.

ચીજવસ્તુઓના
પ્રતિકિલોનો ભાવ
વસ્તુ20202021
બેસન65100-110
ખાંડ4040
ઘી450480
તેલ12002500

​​​​​​​ફાફડા અને જલેબીના પ્રતિ કિલોનો ભાવ
જિલ્લામાં રૂ. 260થી 320ના ભાવે પ્રતિ કિલો જલેબીનું વેચાણ થાય છે. ચોખ્ખા ઘીની જલેબીનો ગત વર્ષે 420થી 480 ભાવ હતો જ્યારે આ વર્ષે ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ પ્રતિ કિલો રૂપિયા 480થી 560 છે. ઉપરાંત ગત વર્ષે ફાફડાનો પ્રતિ કિલોનો ભાવ રૂપિયા 360થી 400 હતો. જ્યારે ચાલુ વર્ષે રૂપિયા 400થી 440ના ભાવે બજારમાં વેચાણ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...