• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, The Family Members Of The Girlfriend Were Killed In A Brutal Attack At Midnight, The Boyfriend Was Caught Making Love To Pankhida.

પ્રેમમાં મોત મળ્યું:ગાંધીનગરમાં પ્રેમિકાના પરિવારજનોએ મધરાત્રે ઘાતકી હૂમલો કરતાં પ્રેમીનું મોત, પ્રેમી પંખીડા પ્રેમાલાપ કરતા ઝડપાયા હતા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના માધવગઢની પ્રેમિકાને મળવા સાદરાથી પ્રેમી રાત્રે ગયો હતો
  • દોઢ વર્ષ અગાઉ પણ પ્રેમ પ્રકરણની ગંધ આવી જતાં પરિવારજનો વચ્ચે બબાલ થઈ હતી

ગાંધીનગરનાં માધવગઢનાં ઠાકોર વાસમાં મધરાત્રે પ્રેમાલાપ કરતા પ્રેમી પંખીડાને યુવતીનાં પરિવારજનોએ ઝડપી લીધા હતા. જેનાં કારણે માથાકૂટ અને ઝપાઝપી થતા પ્રેમીએ પ્રેમિકાના પરિવારજનોને બચકા ભરી લીધા હતા. ત્યારે વળતાં જવાબમાં પરિવારજનોએ પણ પ્રેમીને ગડદાપાટુનો માર મારી માથામાં ઘાતકી હૂમલો કર્યો હતો. જેનાં કારણે આજે બપોરે પ્રેમનું સારવાર દરમિયાન મોત થતાં ચીલોડા પોલીસે પ્રેમિકાનાં માતા પિતા તેમજ અન્ય ત્રણ ઈસમો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ચીલોડા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, સાદરા ગામે રહેતો 18 વર્ષીય અક્ષય સુરેશભાઈ ચૌહાણ ખેતી કામ કરે છે. જેને માધવગઢ ઠાકોરવાસમાં રહેતી 18 વર્ષીય યુવતી સાથે છેલ્લા ઘણા સમયથી પ્રણય સંબંધો બંધાયા હતા. જેની જાણ પરિવારજનોને પણ થઈ ગઈ હતી. જેનાં પરિણામે દોઢેક વર્ષ અગાઉ બન્ને પરિવારો વચ્ચે ઉગ્ર માથાકૂટ પણ થઈ હતી.

બાદમાં બન્ને પક્ષે સમાધાન થઇ ગયું હતું. જોકે, પ્રેમી પંખીડા એકબીજાનાં સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે રવિવારે રાત્રે અક્ષય તેની પ્રેમિકાને મળવા માટે તેના ઘરે માધવગઢ ગયો હતો. એ દરમ્યાન મધરાત્રે ત્રણેક વાગે યુવતીના માતા પિતા સહિતના લોકોએ બન્નેને રંગેહાથ પકડી લીધા હતા અને અક્ષયની સાથે ઝગડો થયો હતો.

આ ઝગડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા યુવતીના માતા પિતા સહિત પાંચ જણાએ અક્ષય સાથે ઝપાઝપી કરી કરી ગડદાપાટુનો માર માર્યો હતો. જેનાં જવાબમાં અક્ષયે પણ પરિવારજનો સાથે મારામારી કરી બચકા ભરી લીધા હતા. આ માથાકૂટ પરાકાષ્ઠાએ પહોંચી જતા અક્ષયના માથામાં ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો અને તેના માથામાંથી પુષ્કળ લોહી વહેવા લાગ્યું હતું.

મધરાત્રે હોબાળો થતા આસપાસના વસાહતીઓ દોડી આવ્યા હતા. બાદમાં અક્ષયને સારવાર અર્થે ગંભીર હાલતમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બીજી તરફ યુવતીના પિતાએ અક્ષય વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી અને અક્ષયે પણ જગદીશજી કાંતિજી ઠાકોર અને તેમની પત્ની સહિત અન્ય ત્રણ ઈસમો મળીને પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ આપી હતી. જેનાં પગલે ચિલોંડા પોલીસે સવારે પાંચ જણા વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. બાદમાં બપોરના સમયે અક્ષયનું સારવાર દરમિયાન મોત થતાં 302 નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...