તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, The Deputy Municipal Commissioner Was Running After The Woman President Gave Up Food And Water On The Issue Of Cleaning Workers.

માંગણી:ગાંધીનગરમાં સફાઈ કામદારોનાં પડતર પ્રશ્નો મુદ્દે મહિલા પ્રમુખ દ્વારા અન્નજળનો ત્યાગ કરાતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દોડતા થયાં

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની બાહેધરી આપી પારણા કરાવ્યા

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પડતર પ્રશ્નોનું વારંવાર રજૂઆત કરવા છતાં નિરાકરણ નહીં આવતાં આજે ગાંધીનગર-અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના મહિલા પ્રમુખે અન્નજળનો ત્યાગ કરી ગાંધીનગરના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દોડતા આવી જઈ પડતર પ્રશ્નોનું આગામી ટૂંક સમયમાં નિરાકરણ લાવવાની બાહેધરી આપી પારણા કરાવ્યા હતા.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની સફાઈની જવાબદારી નિભાવતા 94 સફાઈ કામદારોની પડતર માંગણીઓનું છેલ્લા ઘણા સમયથી નિરાકરણ આવતું ન હતું. અવાર નવાર રજુઆતો કરવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરીને સફાઈ કામદારોનાં પડતર સામે ઓરમાયું વર્તન દાખવવામાં આવતું હતું. કોર્પોરેશન વિસ્તારમાં ફરજ બજાવતા કાયમી સફાઈ કામદારો ને તા. 01/05/2013નાં રોજ કાયમી ધોરણે રૂ. 2550 (પાંચમાં પગાર પંચ) સમાવેશ કરવામાં આવ્યો હતો.

જેમાં ગુનાહિત બેદરકારી અને ષડયંત્ર રચીને પે ફિક્સેશન ખોટું કરી દેવામાં આવ્યું હતું. જેનાં કારણે 94 સફાઈ કામદારોને છેલ્લા ઘણા સમયથી મોટું આર્થિક નુકશાની ભોગવવાનો વખત આવ્યો હતો. પાંચમા, છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનાં પે ફિક્સેશનની ચકાસણી કરવા યુનિયન દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ તે દિશામાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી

.

જેનાં પગલે આજે ગાંધીનગર-અમદાવાદ સફાઈ કામદાર યુનિયનના મહિલા પ્રમુખ શાંતાબેન ચાવડા સહિત દસ પ્રતિનિધિની ટીમ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન આવી પહોંચી હતી. જ્યાં મહિલા પ્રમુખે પડતર માંગણી સંદર્ભે અન્નજળનો ત્યાગ કરી દેવામાં આવ્યો હતો. જેનાં પગલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર દોડી આવ્યા હતા અને તેઓની માંગણીઓ સંદર્ભે આગામી દિવસોમાં નિરાકરણ લાવવાની બાહેધરી આપવામાં આવી હતી. બાદમાં મામલો શાંત પડતાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નરનાં હસ્તે લીંબુ પાણી પીને મહિલા પ્રમુખે પારણા કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...