વિજયા દશમી:ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ પોતાના સત્તાવાર નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યુ, હળવા અંદાજમાં કહ્યું કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિજયા દશમીની ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
  • મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરમાં વર્ષ 2002 થી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે

ગાંધીનગરમાં આજે શુક્રવારે દશેરાના પર્વ નિમિત્તે ઠેર-ઠેર શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતના નવ નિયુકત મુખ્યમંત્રી મંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમના સત્તાવાર નિવાસસ્થાને પણ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે હળવા અંદાજમાં મુખ્યમંત્રીએ પૂજન પછી કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે તેવું પણ કહ્યું હતું.

વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયથી દશેરા પર્વે મુખ્યમંત્રીના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. ત્યારે ગુજરાતનાં નવ નિયુકત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ તેમના નિવાસસ્થાને સવારે શસ્ત્ર પૂજન કરી પરંપરા જાળવી રાખી હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને ગાંધીનગરમાં વર્ષ 2002 થી શસ્ત્ર પૂજન કરવામાં આવે છે. એ મુજબ આજે વીસમી વખત મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે શસ્ત્ર પૂજન કરાયું હતું.

સલામતીના જવાનો સાથે શસ્ત્રોની પૂજા કરી

પોતાના નિવાસસ્થાને શસ્ત્ર પૂજન કર્યા પછી મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં કહ્યું હતું કે, કેટલાક લોકોની જીભ જ શસ્ત્ર જેવી હોય છે. સલામતીના જવાનો સાથે મુખ્યમંત્રી આધુનિક શસ્ત્રોની પૂજા કરી હતી.

નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શસ્ત્ર પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો

આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, આજે વિજયા દશમીનો તહેવાર છે. તેથી ગુજરાતવાસીઓને શુભેચ્છાઓ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં શસ્ત્ર પૂજાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે મને લાભ મળ્યો છે તેથી ધન્યતા અનુભવુ છું. આસુરી શક્તિ પર દેવી શક્તિનો હંમેશા વિજય થયો છે. શસ્ત્ર દરેક માટે જુદુ જુદુ હોય છે. દરેકને મળેલી જવાબદારી નિષ્ઠાથી નિભાવીએ તો એ વિજય છે, શસ્ત્રનો સદુઉપયોગ છે.

કેટલાકની જીભ શસ્ત્ર જેવી હોય છે. રામ રાજ્યની કલ્પના સાકાર થાય તે જરૂરી છે, રામ રાજ્યની કલ્પનાને વડાપ્રધાન લઈ જઈ રહ્યા છે. દરેક માટે શસ્ત્ર બંદૂક તોપ કે એ ન હોય શકે. તેથી જે જવાબદારી મળી છે તે નિષ્ઠાપૂર્વક અદા કરી તે પૂજન જ છે.

અન્ય સમાચારો પણ છે...