તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા કાર્ય:ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ 5 હજારથી વધુ મકાનોમાં નિઃશુલ્ક સેનેટાઈઝેશન કર્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • પૂર્વ મેયરે આઇસીયુ ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ અને 5 વેન્ટીલેટરનું લોકાર્પણ કર્યું

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનાં વિચારોને વરેલી આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં ચાલી રહેલી કોરોના મહામારીના પગલે નિઃશુલ્ક સેનેટાઈઝેશનની સેવા શરૂ કરીને 5 હજારથી વધુ મકાનો તેમજ 100થી વધુ સોસાયટીને જંતુ મુકત કરી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.

ભાજપ નેતાઓએ બંગાળ અત્યાચારનો મુદ્દે ધરણા કાર્યક્રમ યોજ્યો હતો

રાજ્યભરમાં કોરોના મહામારીથી લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે. સત્તા ધારી પક્ષ ભાજપ દ્વારા અવારનવાર રાજકીય મેળાવડા યોજીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગરમાં લોકો ઓક્સિજનનાં અભાવે ટપોટપ મરી રહ્યાં છે. ત્યારે બે દિવસ અગાઉ જ ગાંધીનગર ભાજપ નેતાઓએ બંગાળ અત્યાચારનો મુદ્દો ઉઠાવી ધરણાં કાર્યક્રમ યોજી દીધો હતો. ત્યારે ગાંધીનગરનાં પૂર્વ મેયર રીટાબેન પટેલ દ્વારા બે આઇસીયુ ઓન વ્હિલ્સ એમ્બ્યુલન્સ અને 5 વેન્ટીલેટરનું લોકાર્પણ કાર્યક્રમ કર્યો હતો.

વિસ્તારમાં કોઈ નવો બદલાવ જોવા મળે તો નવાઈ નહી

આજદિન સુધી અંદાજિત ગાંધીનગર વિસ્તારના 5000 થી વધુ મકાનો તેમજ 100 થી વધુ સોસાયટીઓમાં સેનેટાઈઝેશનની સેવા આપવામાં આવેલી છે. તેમજ ચૂંટણીલક્ષી નહીં પરંતુ પ્રજાલક્ષી કામોમાં આમ આદમી પાર્ટી હર હંમેશ આગળ રહીને કામ કરે છે. તેનું ઉદાહરણ પૂરુ પાડેલુ છે. સમગ્ર ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં સદર સેવા આપવા બદલ આમ આદમી પાર્ટીના સાથી મિત્રોને નાગરિકો દ્વારા મળેલા પ્રતિસાદ પરથી આવનારા સમયમાં ગાંધીનગર મહાનગરપાલિકાના સેવા વિસ્તારમાં કોઈ નવો બદલાવ જોવા મળે તો નવાઈ નહી.

અન્ય સમાચારો પણ છે...