હાડ થીજવતી ઠંડી:ગાંધીનગરમાં સુસવાટા મારતાં પવનોની સાથે ઠંડીનો તીવ્ર ચમકારો, તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી જતા શીતલહેર ફરી વળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઉત્તર ભારતમાં ઠંડા પવનનોની અસરથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. જેનાં કારણે રાજયના પાટનગર ગાંધીનગરમાં પણ સુસવાટા મારતા પવનો ની સાથે તીવ્ર ઠંડીનો અહેસાસ નગરજનો કરી રહ્યા છે. છેલ્લાં ચોવીસ કલાકમાં તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી જતા ગાંધીનગરમાં તાપમાનનો પારો 11 ડિગ્રી નોંધાયો છે.

તાપમાનનાં પારો બે ડિગ્રીથી નીચે
છેલ્લા ત્રણેક દિવસથી રાજયના વાતાવરણમાં પલટો આવવાથી હવામાનના તાપમાનનાં પારો ઘટી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનોની અસરથી રાજય સરકાર સહિત ગાંધીનગરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. લઘુતમ તાપમાનનાં પારો બે ડિગ્રી ગગડી જવાથી શીત લહેરનું મોઝૂ ફરી વળતા ગાંધીનગર ઠંડુંગાર થઈ ગયું છે. જેની સીધી અસર જન જીવન પર પડી છે.

દિવસભર સુસવાટા મારતા પવનો​​​
ગાંધીનગરમાં બે દિવસથી ઠંડીનું જોર વધતાં સુસવાટા મારતા પવન પણ દિવસભર ફૂંકાઈ રહ્યા છે. જેનાં કારણે ખુલ્લા આકાશમાં વસતા શ્રમજીવીઓની હાલત કફોડી બની ગઈ છે. જાન્યુઆરી મહિનાના પ્રારંભથી જ શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી પડવાથી લોકોને ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવો પડી રહ્યો છે.

ત્રણ સુધી ઠંડા પવનો ફૂંકાવાની આગાહી​​​​​​​
​​​​​​​ગાંધીનગરમાં કકડતી ઠંડી પડવાની સાથે હવામાન વિભાગે આગામી ત્રણ સુધી ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે. અચાનક ઠંડીમાં વધારો થતાં જ દિવસભર સુસવાટા મારતાં પવન પણ ફૂંકાઈ રહ્યા છે. લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં બે ડિગ્રીનો ઘટાડો થતાં શહેર ઠંડુંગાર થઈ ગયાનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ઉત્તર ભારતમાં ઠંડા પવનની અસરથી ઠંડી ગાંધીનગરમાં ઠંડી વધી છે. ઉલ્લેખનીય છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ રાજયમાં કકડતી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...