ધિંગાણું:ગાંધીનગરમાં સેકટર - 3/4ની ચોકડીએ પૈસાની માથાકૂટ થતાં બે પક્ષો વચ્ચે લાકડીઓ-છરી વડે ધિંગાણું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર - 3/4ની ચોકડી નજીકના પટેલ પાર્લરમાંથી પાણીની બોટલો, સિગારેટ સહીતની વસ્તુનાં પૈસાની બાબતે માથાકૂટ થતાં બે પક્ષો વચ્ચે લાકડીઓ - છરી વડે ધિંગાણું સર્જાયું હતું. આ મામલે સેકટર - 7 પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લાકડીઓ - છરી વડે હૂમલો
ગાંધીનગરના સેકટર - 4 પ્લોટ નંબર 204 માં રહેતો મહેશ પ્રહલાદભાઈ નાયી, તેનો ભાઈ મયુર અને તેનો મિત્ર કુલદીપ પરમાર સેકટર - 3/4ની ચોકડી નજીક પટેલ પાર્લર આગળ ઉભા હતા. તે વખતે હિરેન ભરતભાઇ સોલંકી તથા તેનો ભાઈ બ્રિજેશ ભરતભાઇ સોંલકી તેમજ વિપુલ પ્રવિણભાઇ શ્રીમાળી મરૂણ કલરની હોન્ડા સીટી કાર નં બર-GJ-06-CB-1140 માં આવ્યા હતા. અને કુલદીપને કહેવા લાગ્યા લાગેલા કે તમે દાદા થઈ ગયા છો. અમારા કારીગર સાથે કેમ માથાકૂટ કરતાં હોવ છો તેમ કહેવા લાગ્યા હતા.

સામસામે ધિંગાણું
આ મામલે શાબ્દિક બોલાચાલી થઈ હતી. જેનાં પગલે હિરેન, બ્રિજેશ અને વિપુલ ગાડીમાંથી લાકડી અને છરી કાઢીને કુલદીપને ગાળો બોલી માથાકૂટ કરવા લાગ્યા હતા. જેથી કરીને બંને ભાઈઓ મહેશ અને મયુર ઝગડામાં વચ્ચે પડી કુલદીપને છોડાવવા લાગ્યા હતા. આ દરમ્યાન ઉક્ત ત્રણેય ઈસમોએ એકદમ ઉશ્કેરાઈ જઈ લાકડીઓ - છરી વડે હુમલો કર્યો હતો. જેથી કરીને બંને પક્ષે સામ સામે ધિંગાણું સર્જાયુ હતું.

બંને પક્ષે સામ સામે ગુનો દાખલ
આ અંગે સેકટર - 7 પોલીસ મથકના પીઆઈ પરાગ ચૌહાણે જણાવ્યું હતું, પાર્લરમાંથી પાણીની બોટલો, સિગરેટ સહિતની વસ્તુઓની ખરીદી કર્યા પછી પૈસા નહીં ચૂકવવા માટે બંને પક્ષે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. જેનાં પગલે બંને પક્ષે સામ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીએસઆઇ અનિલ મૂલીયાણા તપાસ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...