• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, Police Nabbed A Bootlegger From Ahmedabad With A Quantity Of Foreign Liquor. The Bootlegger Was Renting A Bungalow And Running A Liquor Store

દારૂ ઝડપાયો:ગાંધીનગરમાં પોલીસે અમદાવાદના બૂટલેગરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો, બુટલેગર બંગલો ભાડે રાખી દારૂનો વેપલો ચલાવતો હતો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદેશી દારૂ -બિયરની કુલ 1715 નંગ જથ્થા સાથે રૂપિયા 2.39 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો

ગાંધીનગરના ભાટ ગામે બંગલો ભાડે રાખી વિદેશી દારૂનો જથ્થાબંધ વેપલો કરનારા અમદાવાદનાં બુટલેગરને પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ અને બિયરની કુલ 1715 નંગ જથ્થા સહિત રૂપિયા 2.39 લાખનાં મુદ્દામાલ સાથે અડાલજ પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દિવાળીના તહેવારને ધ્યાને રાખી અડાલજ પોલીસ ગઈકાલે ગુરૂવારે પેટ્રોલીંગ કરી રહી હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે ભાટ ગામે આવેલા અનુરાગ બંગલોમાં વિદેશી દારૂનો મોટો જથ્થો રાખી મોટા પાયે વેપલો કરવામાં આવી રહ્યો છે. જેનાં પગલે પોલીસે ઉક્ત બંગલામાં દરોડો પાડવા માટે દરવાજો ખખડાવ્યો હતો. ત્યારે હિરેન ઈન્દ્રવદનભાઈ દોષીએ દરવાજો ખોલ્યો હતો.

ત્યારબાદ પોલીસે બંગલાની તલાસી લેતાં બેડરૂમમાંથી વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ. 1156 બોટલો તેમજ બિયર નાં 553 ટીન મળી કુલ 1715 નંગ દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે હિરેન દોષીની પૂછતાંછ કરતાં ઉક્ત દારૂ - બિયરનો જથ્થો અમદાવાદના રવિ નામના બુટલેગર પાસેથી લાવ્યો હોવાની કબૂલાત કરી હતી.

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, ઉપરોકત બંગલો ડો. અતુલ પટેલનો છે. જેને હિરેન દોશીએ ભાડે રાખી ટિફિન સર્વિસની આડમાં વિદેશી દારૂનો વેપલો કરવામાં આવતો હતો. જે અન્વયે હિરેનની ધરપકડ કરી વિદેશી દારૂ - બિયરનો જથ્થો, મોબાઈલ ફોન મળી કુલ રૂ. 2,39,120 જપ્ત કરી રવિ નામનાં બુટલેગરને ઝડપી લેવા માટે ની કવાયત હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...