તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચરાનું કમઠાણ:ગાંધીનગરમાં સફાઈ કામદારો કામથી અળગા રહેતાં 7 ટન જ કચરો આવ્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કચરો ઉઠાવતાં કર્મચારીઓ કામથી અડગા રહ્યા હતા. - Divya Bhaskar
કચરો ઉઠાવતાં કર્મચારીઓ કામથી અડગા રહ્યા હતા.

ગાંધીનગરમાં ભીના-સુકા કચરા મુદ્દે નાગરરિકો અને તંત્ર વચ્ચે સૂડીવચ્ચે સોપારીની જેવી સ્થિતિ કચરો લેતા કર્મચારીઓની છે. છેલ્લા 15 દિવસથી ચાલતા આ મુદ્દામાં કચરો લેવા જતાં મોટાભાગના કર્મચારીઓને રોજ બરોજ નાની-મોટી માથાકૂટનો સામનો કરવો પડે છે. ત્યારે માથુકટોથી કંટાળેલા 70થી વધુ કર્મચારીઓ કામગીરીથી અડગા થઈ ગયા હતા.

નવા અને જુના વિસ્તારના કર્મચારીઓને કચરો લેવા જવાની ના પાડી દેતા તંત્ર અને એજન્સી બંને દોડતા થઈ ગયા હતા. સમજાવટને અંતે જુના વિસ્તારમાં કેટલાક કર્મચારીઓ જ કામે આવ્યા હતા. પરંતુ કોર્પોરેશનમાં ગ્રામ્ય વિસ્તારો અને નવા ઉમેરાયેલા વિસ્તારોમાં કર્મચારીઓ કચરો લેવા ગયા જ ન હતા. જેને પગલે બુધવારે 7 ટન જેટલો જ કચરો એકઠો થયો હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય રીતે શહેરમાંથી 120 ટન થી વધુ કચરો એકઠો થતો હતો. નિયમના અમલ પછી કચરો ઘટી ને 30-35 ટન સુધી આવી ગયો હતો. તેમાં પણ બુધવારે કર્મચારીઓ જ ન જતા 113 ટન જેટલો કચરો લેવાયો હતો.

કોર્પોરેશન દ્વારા ભીનો-સુકો કચરો અલગ કરીને આપવાના કડક નિયમને પગલે શહેરમાં છેલ્લા 15 દિવસથી નાગરિકો અને તંત્ર વચ્ચે ગજગ્રાહ ચાલી રહ્યો છે. જેમાં કેટલાક નાગરિકોએ તંત્રને સપોર્ટ કરીને કચરો અલગ આપવાની શરૂઆત કરી દીધી છે. જોકે હજુ પણ મોટાભાગના લોકોએ ભીનો-સૂકો કચરો અલગ કરવાની ટેવ પાડી નથી. આ બધા વચ્ચે તંત્ર સાથે ખભે ખભો મીલાવીને કામ કરતાં અને ફરજિયાત રીતે ભીનો-સુકો કચરો અલગ લેતા કર્મચારીઓને હવે હિંમત હારી ગયા હોવાનું લાગી રહ્યું છે.

પ્રજા પહેલો રોષ કર્મચારીઓ પર જ ઠાલવે છે
તંત્ર અને નાગરિકો વચ્ચેની ખેંચાતાણમાં પહેલો ભોગ કચરો લેવા જતાં નાગરિકોને બનવું પડે છે. જેમાં તંત્રને સીધી રીતે કહેવા ન જઈ શકનારા નાગરિકો કર્મચારીઓને જ ઠપકો આપીને ખરીખોટી સંભળાવે છે. થોડા શબ્દોથી ન અટકતો આ રોષ ગાળાગાળી અને મારામારી સુધી પહોંચી જાય છે. તેમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં કર્મચારીઓને વધુ મુશ્કેલી પડે છે. બીજી તરફ ન્યૂ ગાંધીનગરની સોસાયટીઓમાં લોકોને વધુ માથાકૂટનો સામનો કરવો પડે છે. કારણ કે સોસાયટીમાં એક સ્થળે ભેગો થતો કચરામાં કેટલાક લોકો કચરો ભેગા નાખતા તમામ કચરી પડી રહેવા દેવો પડે છે.

માથાકૂટમાં અધિકારીઓ આવતા ન હોવાનો કર્મચારીઓનો આક્ષેપ
કામગીરીથી અડગા રહેલાં કર્મચારીઓને આક્ષેપ કર્યો હતો કે માથાકૂટ સમયે ફોન કરવામાં આવે તો પણ મોટાભાગના જવાબદાર અધિકારીઓ આવતા નથી અને આવો તો પણ મોડા આવે છે. જેને પગલે પબ્લિક ઘેરીવળે કે ગાડીની ચાવી કાઢી લે ત્યારે નાના કર્મચારીઓને સુપરવાઈઝરની મદદથી જ ત્યાંથી નીકળવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...