ગાંધીનગરમાં સમગ્ર વર્ષ દરમ્યાન 365 દિવસ પક્ષી બચાવની સેવા પુરી પાડતી સંસ્થા "પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ" દ્વારા આ વખતે હેપ્પી યુથ ક્લબ, મા એનિમલ ફાઉન્ડેશન અને શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સાથે મળીને ઉત્તરાયણ દરમિયાન ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરીને સારવાર અપાવવાની સેવા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્ય માટે ચારેય સંસ્થાઓ દ્વારા સંયુક્ત રીતે 17/22 ખાતે સેક્ટર-22માં જૈન મંદિર પાસે કલેકશન પોઇન્ટ બનાવવામાં આવશે તેમજ તેમણે સંપર્ક નંબરો જાહેર કર્યા છે. જેના પર કોલ કરી નાગરિકો દોરીથી કે અન્ય રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓ અંગે માહિતી આપી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્થા દ્વારા ઉત્તરાયણ પછી પણ સર્પ,પશુ,પક્ષીઓનું નિયમિત રેસ્ક્યુ સેવા અગાઉની જેમ જ ચાલુ રાખવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે "પ્રકૃતિ યુવા સેવા ટ્રસ્ટ" ગાંધીનગરમાં સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ પશુ પક્ષીના બચાવકાર્ય ઉપરાંત વૃક્ષારોપણ, પ્રકૃતિ શિબિર, નેચર વોક જેવી અનેકવિધ પર્યાવરણ લક્ષી અને સેવાકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે. "હેપ્પી યુથ ક્લબ"શહેરના સેવાભાવી યુવાનોની સંસ્થા છે જેના દ્વારા શહેરમાં નિ:શુલ્ક ચકલી ઘરનું વિતરણ, વૃક્ષારોપણ, રક્તદાન, બાળકોને શૈક્ષણિક કીટનું દાન સહિત અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવે છે.
"મા એનિમલ ફાઉન્ડેશન" અમદાવાદમાં ખાસ કરીને કુતરાંના રેસ્ક્યું માટે જાણીતી છે અને તેમના દ્વારા ગાંધીનગરના વાવોલ-કોલવડા રોડ પર કુતરાંઓ માટે શેલ્ટર હોમ બનાવી ઘાયલ, બિમાર તથા પેરેલાઈઝ્ડ કૂતરાંઓનું ધ્યાન રાખવાની સેવા કરવામાં આવે છે. શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ પણ શહેરમાં અબોલ પશુ પક્ષીઓની સેવાની સાથે જોડાયેલા હોવા છતાં વિવિધ માનવ સેવાના કાર્યોમાં પણ કાર્યરત છે.
ઉત્તરાયણ દરમ્યાન ઘાયલ પક્ષીના બચાવ માટે સંપર્ક નંબરો
તેજસભાઈ 7874008788
અમિતભાઈ 8401488588
વિવેકભાઈ 9898825621
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.