• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar Municipal Corporation, Ultimatum Was Given To The Traders Who Did Not Pay Business Tax, If They Do Not Pay Till September 30, One And A Half Percent Monthly Interest Will Be Charged.

બાકી વેરાની કડક વસૂલાત:ગાંધીનગર મનપામાં વ્યવસાયવેરો ન ભરનારા વેપારીઓને અલ્ટીમેટમ અપાયું, 30 સપ્ટેમ્બર સુધી ન ભરે તો માસિક દોઢ ટકો વ્યાજ વસૂલાશે

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 11 કરોડના ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં 5 કરોડ 39 લાખની જ વસૂલાત થઈ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 11 કરોડના ટાર્ગેટ સામે હજી સુધી 5.39 કરોડની જ વસુલાત થઈ શકી છે. જેનાં પગલે 30મી સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાય વેરો ભરી દેવામાં માટે બાકી મિલકત ધારકોને અલ્ટીમેટમ આપી દેવાયું છે. ત્યારે 30 સપ્ટેમ્બર પછી મનપા દ્વારા બાકીદારો પાસેથી માસિક 1.5 ટકા વ્યાજ સાથે વેરો વસુલવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

વ્યવસાય વેરો નહીં ભરનારે દર મહિને 1.5 ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વ્યવસાય વેરો વસૂલવા માટે બાકીદારોને 30મી સપ્ટેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી છે.ત્યારબાદ વ્યવસાય વેરો નહીં ભરનાર વ્યક્તિઓએ દર મહિને 1.5 ટકા લેખે વ્યાજ ચુકવવું પડશે. ઉલ્લેખનીય છે કે, મિલકત વેરા બાદ વ્યવસાય વેરો વસૂલવા માટે કોર્પોરેશને કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું છે.

કોર્પોરેશન અસ્તિત્વમાં આવતાં જ વિવિધ વેરાઓ વસૂલવામાં આવી રહ્યાં
ગાંધીનગર શહેરમાં અત્યાર સુધી શહેરીજનોને મિલકત વેરો કે વ્યવસાય વેરો ભરવો પડતો ન હતો. પરંતુ ગાંધીનગર શહેરમાં કોર્પોરેશન આવી ગયા બાદ વિવિધ વેરાઓ વસૂલવામાં આવી રહ્યાં છે. ગાંધીનગર કોર્પોરેશનના ચોપડે બાકી બોલતાં મિલ્કતધારકો માટે કોર્પોરેશને કડક હાથે કામ લેવાનું નક્કી કર્યું હતું અને તેમની મિલકતો સીલ કરી દેવા સુધીના પગલા ભરવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી. ત્યારે હવે કોર્પોરેશનના ચોપડે વ્યવસાય વેરો નહીં ભરનાર નાગરિકોને પણ 30 સપ્ટેમ્બર સુધીની મહેતલ આપવામાં આવી છે.

કોર્પોરેશન બાકીદારોને શોધીને તેમને નોટિસ ફટકારશે
30મી સપ્ટેમ્બર સુધીમાં કોર્પોરેશનમાં વ્યવસાય વેરો નહીં ભરનાર નાગરિકોએ વેરા ઉપર દર મહિને દોઢ ટકા લેખે વ્યાજ પણ ચુકવવું પડશે.ચાલુ વર્ષે વ્યવસાય વેરાની વસૂલાતનો 11 કરોડ રૃપિયાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો. જે પૈકી હજુ સુધી ફક્ત 5.39 કરોડની વસૂલાત થવા પામી છે. ત્યારે હવે કોર્પોરેશન બાકીદારોને શોધીને તેમને નોટિસ ફટકારશે.નવો વિસ્તાર ઉમેરાતા અહીં પણ વ્યવસાયકારો પાસેથી વેરો વસૂલવા માટે ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...