વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ:ગાંધીનગર જિલ્લામાં ધોરણ-10ની પરીક્ષાનું 65.83 ટકા પરિણામ આવ્યું, 312 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 28 શાળાઓનું 30 ટકાથી ઓછું રિઝલ્ટ, 1571 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ હાંસલ કર્યો
  • ઓનલાઇન​​​​​​​ શિક્ષણથી 5 વર્ષમાં પરિણામમાં 6 ટકાનો ઘટાડો

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સોમવારે સવારે ધોરણ-10ની પરીક્ષાનું ઓવરઓલ 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં 22 હજાર 226 વિદ્યાર્થીએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. ત્યારે આજે જાહેર કરવામાં આવેલા પરિણામમાં ગાંધીનગર જિલ્લાનું 65.83 ટકા પરિણામ સત્તાવાર જાહેર થયું છે. જો કે જિલ્લાની 28 શાળાઓનું પરિણામ 30 ટકાથી પણ ઓછું આવતાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આપવામાં આવતાં શિક્ષણ સામે સવાલો ઉભા થયા છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આજે સત્તાવાર રીતે રાજ્યનું ઓવરઓલ 65.18 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આજે સવારથી જ વિદ્યાર્થીઓ બોર્ડની વેબ સાઈટ ઉપર રિઝલ્ટ જોવા માટે બેસી ગયા હતા. બોર્ડ તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે આ વર્ષે રાજ્યમાં કુલ 7,72,771 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાંથી 5 લાખ 03 હજાર 726 વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વર્ષે કુલ સરેરાશ પરિણામ 65.18% ટકા આવ્યું છે.

જેના અન્વયે ગાંધીનગર જિલ્લાનું 65.83 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લામાં ધોરણ-10ના 22 હજાર 447 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 22 હજાર 226 વિદ્યાર્થીઓએ ધોરણ-10ની પરીક્ષા આપી હતી. જે પૈકી 312 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ હાંસલ કર્યો છે અને 1571 વિદ્યાર્થી A2 ગ્રેડ સાથે પાસ થયા છે.

એ જ રીતે 2681 વિદ્યાર્થીએ B1 ગ્રેડ, 3698 વિદ્યાર્થીએ B2, 4023 વિદ્યાર્થીએ C1, 2202 વિદ્યાર્થીએ C2, 144 વિદ્યાર્થીએ D, 2 વિદ્યાર્થીએ E1, 4032 વિદ્યાર્થીએ E1, 3560 વિદ્યાર્થીએ E2 અને 14 હજાર 632 વિદ્યાર્થીએ EQC ગ્રેડ મેળવતાં ગાંધીનગર જિલ્લાનું 65.83 ટકા પરિણામ જાહેર થયું છે.

છેલ્લા ત્રણ વર્ષના ગાંધીનગર જિલ્લાના ધોરણ-10ના રિઝલ્ટ ઉપર નજર કરીએ તો વર્ષ 2019માં 71.96, વર્ષ-2020માં 69.23 અને વર્ષ 2022નું 65.83 ટકા પરિણામ આવ્યું છે. આમ વર્ષ 2019 અને 2020ની સરખામણીએ આ વર્ષે ઓછું પરિણામ આવ્યું છે. જો કે કોરોના મહામારીનાં કારણે શિક્ષણ કાર્ય બંધ હતું અને વિદ્યાર્થીઓ ઓનલાઇન માધ્યમથી શિક્ષણ મેળવતા હતા.

બીજી તરફ શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા જોતા ગાંધીનગર જિલ્લાની 28 શાળાઓનું પરિણામ 30 ટકાથી નીચું આવ્યું છે. વર્ષ-2020માં 20 શાળાઓનું 30 ટકા ઓછું પરિણામ હતું. જેમાં આ વર્ષે 8 શાળાઓનો વધારો થતાં 28 શાળાનું 30 ટકાથી ઓછું પરિણામ આવતાં જિલ્લાની શાળામાં આપવામાં આવતા શિક્ષણ બાબતે પણ સવાલો ઉભા થયા છે. એ જ રીતે નિયમિત પરીક્ષાર્થીઓ આધારિત મહત્તમ અને 0% પરિણામ વાળી માર્ચ-એપ્રિલમાં 2 શાળાનું પરિણામ શૂન્ય (0) છે. એટલે કે આ બે શાળાઓમાં અભ્યાસ કરતો એક પણ વિદ્યાર્થી ધોરણ-10ની પરીક્ષામાં પાસ થયો નથી.

2020માં શૂન્ય પરિણામવાળી 5ની સામે ચાલુ વર્ષે 2 જ શાળા, 100 ટકા પરિણામવાળી 11, 30 ટકાવાળી 28 શાળા
જિલ્લાની 100 ટકા પરિણામવાળી 11 શાળાઓનો સમાવેશ થયો છે. જ્યારે 30 ટકા પરિણામવાળી 28 શાળાઓ છે. પરંતુ શૂન્ય પરિણામવાળી જિલ્લાની 2 શાળાઓ આવી છે. આથી2020ની સરખામણીએ ત્રણ શાળાનો ઘટાડો નોંધાયો છે.

ધોરણ-10નું 65.83 પરિણામ આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-10નું 30 ટકાથી ઓછું પરિણામના આધારે ગ્રાન્ટ કાપનો નિયમ બનાવ્યો છે. ત્યારે જિલ્લાની શાળાઓના પરિણામનો અભ્યાસ કરીએ તો 100 ટકા પરિણામની ક્લબમાં જિલ્લાની 11 શાળાઓનો સમાવેશ થયો છે.

જોકે વર્ષ-2020માં 100 ટકા પરિણામવાળી કુલ 16 શાળાઓ હતી. આથી બે વર્ષમાં 5 શાળાઓનો ઘટાડો નોંધાયો છે. જ્યારે 30 ટકાથી ઓછા પરિણામવાળી શાળાઓ 28 છે. જે 2022ની સરખામણીએ 8 શાળાઓનો વધારો થયો છે.

વિદ્યાર્થીઓના શિક્ષણમાં રહેલી કચાશ તેના પરિણામ ઉપર જોવા મળી છે. જોકે કોરોનાકાળને પગલે ચાલુ વર્ષે ધોરણ-10નું પરિણામ ભલે નબળું રહ્યું હોય પરંતુ શૂન્ય પરિણામવાળી શાળાઓમાં બે શાળાનો સમાવેશ થાય છે.

સમગ્ર રાજ્યમાં જિલ્લાનું 15મું સ્થાન
શિક્ષણ બોર્ડે પ્રસિદ્ધ કરેલા ધોરણ-10ના પરિણામમાં સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી 15માં સ્થાને રાજ્યના પાટનગરનો આવ્યો છે. જ્યારે પ્રથમ ક્રમે 75.64 ટકા પરિણામ સાથે સુરત જિલ્લો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પરિણામમાં રાજ્યના મેગાશહેર અમદાવાદને પાછળ રાખી દીધું છે.

અન્ય સમાચારો પણ છે...