કોરોનાકાળમાં અનેક ક્ષેત્રોને પડેલા માર વચ્ચે દસ્તાવેજોની નોંધણીમાં માત્ર ગાંધીનગર જિલ્લામાંથી સરકારને 3 વર્ષમાં 1572 કરોડથી વધુની આવક થઈ છે. ચારેય તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં 3 વર્ષમાં કુલ 1,69,987 દસ્તાવેજની નોંધણી થઈ છે, જેમાં ગાંધીનગર તાલુકામાં સૌથી વધુ અંદાજે 1,03,377 દસ્તાવેજની નોંધણી થઈ છે.
માત્ર આ એક જ તાલુકામાંથી સ્ટેમ્પ ડ્યુટીની 888 કરોડથી વધુ જ્યારે નોંધણી ફી પેટે 159 કરોડથી વધુની આવક થઈ છે. મોર્ગેજ, બાનાખત, માલિકી ફેરખત, મુખત્યાર રદ, કરાર, નોટિસનું રદીકરણ, મુખ્યત્યારનામું, વીલનું રદીકરણ, બિન અવેજી વેચાણ, વિકાસ કરાર, વેચાણ, ભાગીદારી લેખ, માલિકી ફેરખત-વેચાણ, છૂટાછેડા, ભાડાપટ્ટો, ભાગીદારી લેખ, ગીરો મૂકેલી મિલકતનું ફેરખત, કબજા વગર બાનાખત વગેરે મળી કુલ 70 જેટલા પ્રકારના દસ્તાવેજનો નોંધણી થાય છે.
નિર્ણય : 2020માં લૉકડાઉન ખૂલ્યા પછી જિલ્લાની 15 સબ રજિસ્ટ્રાર કચેરીમાં રાત્રે 9 વાગ્યા સુધી દસ્તાવેજ નોંધણી કરાઈ હતી
2020 કરતાં 2021માં દસ્તાવેજ નોંધણીમાં 15 હજારનો વધારો ગાંધીનગર તાલુકામાં 2019માં 32214 દસ્તાવેજની નોંધણી થઈ હતી. 2020માં કોરોનાને પગલે ઘટાડા સાથે 27989 દસ્તાવેજ નોંધાયા હતા, જે 2019 કરતાં 4225 ઓછા હતા. 2021ના વર્ષમાં જ 43174 જેટલા દસ્તાવેજો નોંધાયા હતા. જે 2020 કરતાં 15185 વધુ છે.
3 વર્ષમાં દસ્તાવેજોની નોંધણી
વર્ષ | દસ્તાવેજ | અવેજની રકમ | સ્ટેમ્પ ડ્યુટી | નોંધણી ફી |
2019 | 32214 | 94,544,044,224 | 2925679226 | 513192707 |
2020 | 27989 | 185,024,310,274 | 2306500809 | 416705249 |
2021 | 43174 | 122,231,934,854 | 3653658330 | 662250001 |
કુલ | 103377 | 401800289352 | 8885838365 | 1592147957 |
ગાંધીનગર તાલુકામાં 3 વર્ષમાં દસ્તાવેજોની નોંધણી | |||
વર્ષ | દસ્તાવેજ | સ્ટેમ્પ ડ્યુટી | નોંધણી ફી |
2019 | 32214 | 2,925,679,226 | 513192707 |
2020 | 27989 | 2,306,500,809 | 416705249 |
2021 | 43174 | 3653658330 | 662250001 |
કુલ | 103377 | 8885838365 | 1592147957 |
કલોલ તાલુકામાં 3 વર્ષમાં દસ્તાવેજોની નોંધણી | |||
2019 | 13984 | 1400381184 | 186038960 |
2020 | 11040 | 888986632 | 36474060 |
2021 | 18597 | 1632856570 | 277265865 |
કુલ | 43621 | 3921324386 | 499778885 |
દહેગામ તાલુકામાં 3 વર્ષમાં દસ્તાવેજોની નોંધણી | |||
2019 | 4180 | 163497685 | 31535650 |
2020 | 3652 | 348458810 | 28370104 |
2021 | 6238 | 234635812 | 46269982 |
કુલ | 14070 | 746592307 | 106175736 |
માણસા તાલુકામાં 3 વર્ષમાં દસ્તાવેજોની નોંધણી | |||
2019 | 2593 | 58035144 | 11667845 |
2020 | 2522 | 71156173 | 12753866 |
2021 | 3804 | 111928706 | 20897679 |
કુલ | 8919 | 241120023 | 45319390 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.