વિશ્વાસથી વિકાસયાત્રા:ગાંધીનગર જિલ્લામાં  રૂ. 25 કરોડથી વધુના 333 વિવિધ વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વાસથી વિકાસયાત્રાનો ગાંધીનગર જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આજે ગાંધીનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના હસ્તે જિલ્લાના રૂ. 25 કરોડથી વધુના 333 વિવિધ વિકાસ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

છેવાડા માણસને પ્રાથમિક સુવિધાઓ મળે ત્યારે સાચી આઝાદી મળી કહેવાય: સાંસદ
રાજ્યસભાના સાંસદ નરહરિભાઈ અમીને આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી તેમણે ગુજરાતના ગામડાઓની ચિંતા કરી છે. ગુજરાતના છેવાડા માણસને પ્રાથમિક સુવિધાઓ મળે ત્યારે સાચી આઝાદી મળી કહેવાય. તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં નાણાં વિભાગ દ્વારા બજેટ ત્યાર કરવામાં આવતું હતું, ત્યારે તેઓ 65 થી 70 ટકા રકમ ગામડાઓના વિકાસ માટે ફાળવવા જણાવતા હતા.

આજે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે
ગાંધીનગરના વિકાસમાં અનેક આયામો પૂર્ણ થયાં છે. પહેલા દેશ-વિદેશમાંથી કોઈ આવે તો તેઓ દિલ્હીમાં જ રહેતા હતા. આજે ગિફ્ટ સિટી અને મહાત્મા મંદિર ગાંધીનગરની વિશેષ ઓળખ બન્યા છે. ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં લોકોને જરૂરી સુવિધા પૂરી પાડવાનું કામ ગૃહમંત્રી અને ગાંધીનગર જિલ્લાના સાંસદ અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. આજે ગુજરાત દેશનું રોલ મોડલ બન્યું છે. હાલમાં ગુજરાતની વિકાસયાત્રાની ગતિ ડબલ એન્જિન સરકાર થકી વેગવાન બની છે.

ડબલ એન્જિનની સરકારે આંતર માળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો: મેયર
​​​​​​​
ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણાએ આ પ્રસંગે બોલતાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 'અંત્યોદયથી સર્વોદયનો વિકાસ' મંત્ર આપીને નવી શક્તિ અને નવી ઊર્જા પ્રદાન કરી છે. ડબલ એન્જિનની સરકારે ગુજરાતમાં આંતરમાળખાકીય સુવિધાઓમાં વધારો કર્યો છે. 20 વર્ષના વિશ્વાસ દ્વારા ગુજરાતે સાધેલા વિકાસની આ ઉજવણી દરમિયાન અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચશે.વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં રૂપિયા 25 કરોડથી વધુના 333 કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં રૂ. 20 કરોડથી વધુના 175 કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ રૂપિયા 5 કરોડથી વધુના 158 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

વિકાસના કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
વિશ્વાસથી વિકાસયાત્રા અંતર્ગત આજે ગાંધીનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લા પંચાયત દ્વારા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર, વિવિધ ગામોના સી.સી. રોડ, પાઇપલાઇન, પેવર બ્લોક અને ગટરલાઇનના કુલ રૂ.13.98 કરોડના ખર્ચે 21 કામો, સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામોમાં સી.સી. રોડ, સંરક્ષણ દિવાલ, જાહેર શૌચાલય,પાણીની પાઇપલાઇન, પેવર બ્લોક, બોર, વરંડા, શેડ, સ્ટ્રીટ લાઈટના કુલ રૂ.3.16 કરોડના ખર્ચે થનાર 99 કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા રૂ. 2.05 કરોડના ખર્ચે નખાનાર પિયજ- ધરોઈ પાઇપલાઇનથી વિવિધ ગામોમાં તળાવો ભરવા માટે HDPE પાઇપલાઇન, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રૂ.1.20 કરોડના ખર્ચે નવીન આંગણવાડી, પેવરબ્લોક, સામુદાયિક ખાતરનો ખાડો તથા વનીકરણ માટે ના 54 કામોનું ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ કામો લોકાર્પણ
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત હસ્તકના વિવિધ ગામોની ગટર લાઈન, પાણીની પાઇપલાઇન, પેવર બ્લોક, સી.સી.રોડ તથા નવીન પ્રાથમિક શાળાના કુલ રૂ. 1.50 કરોડના 39 કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા HDPE પાઇપલાઇન, ગટર લાઈન અને રીટેઇનીંગ વોલ મળી કુલ રૂ.1.57 કરોડના 4 કામોનું, વિવિધ ગામોમાં સીસી રોડ, પાઇપલાઇન કમ્પાઉન્ડ તથા સંરક્ષણ દિવાલના રૂપિયા 1.48 કરોડના ખર્ચે કરવામાં આવેલા 82 કામોનું અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગાંધીનગરના જિલ્લામાં નિર્માણ કરવામાં આવેલી નવીન આંગણવાડી, પંચાયત ઘર, વનીકરણ તથા પેવર બ્લોકના કુલ રૂ.82 લાખના ખર્ચે કરવામાં આવેલા 33 કામોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...