લમ્પીનો ફફડાટ:ગાંધીનગર જિલ્લામાં 1 લાખથી વધુ પશુઓને લમ્પી રોગથી સુરક્ષિત કરતી રસી અપાઇ, સૌથી વધુ માણસા તાલુકામાં રસીકરણ કરાયું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંબોડ ગામમાં 230થી પશુઓનું રસીકરણ કરાયું

ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામમાં 24 પશુઓને અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નો જોવા મળ્યા હતા. હાલમાં તમામ પશુઓ સ્વસ્થ અને તંદુરસ્ત છે. ગાંધીનગર જિલ્લામાં તા.31મી ઓગસ્ટની સુઘીમાં 1 લાખ કરતાં વધું પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે, તેવું ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારી એસ.એ.પટેલે જણાવ્યું છે.

અંબોડમાં 24 પશુઓમા લમ્પીના શંકાસ્પદ ચિહ્નાનો દેખાયા
ગાંધીનગર જિલ્લા પશુપાલન અધિકારીએ જણાવ્યું છે કે, અંબોડ ગામમાં 24 પશુઓમાં અઠવાડિયા અગાઉ લમ્પીના શંકાસ્પદ ચિહ્નાનો દેખાયા હતા. જેથી તા. 17, 18, 20 અને 22 ઓગસ્ટના રોજ અંબોડ ગામના કુલ- 230 પશુઓ અને આનંદપુરા અંબોડ ખાતે 300 પશુઓ મળી કુલ- 530 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

જિલ્લામાં રસીકરણની ઝુંબેશ શરૂ કરાઇ
પશુપાલન અધિકારીએ ઉમેર્યું છે કે, ગાંધીનગર જિલ્લામાં લમ્પી રોગ વિરોઘી રસીકરણની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. તા. 31મી ઓગસ્ટ સુઘીમાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં 14 હજાર 375 દેહગામ તાલુકામાં 11 હજાર 870 માણસા તાલુકામાં 49 હજાર 590 અને ગાંધીનગર તાલુકામાં 31 હજાર 392 પશુઓને રસી આપવામાં આવી છે.

57 હજાર 752 પશુઓનું રસીકરણ
આ રસીકરણ અભિયાનમાં પશુપાલન ખાતા દ્વારા 57 હજાર 752 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. તેમજ દૂઘસંઘ દ્વારા 35 હજાર 645 પશુઓનું અને ખાનગી સંસ્થાઓ દ્વારા 13 હજાર 830 પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...