તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં ગઈકાલની જેમ આજે પણ 08 કોરોના કેસની સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લાના 40 સેન્ટરો પરથી 3116 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ગઇકાલે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 08 કોરોના કેસની સામે 12 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. જ્યારે આજે પણ 08 કોરોના કેસની સામે 12 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. તો આજે જિલ્લાના 40 સેન્ટરો પરથી 3116 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું છે.

કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર તેના અંતિમ ચરણમાં હોય તેમ દિનપ્રતિદિન પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ગઈકાલે શનિવારે 08 કેસ સરકારી ચોપડે નોંધાયાં હતા અને 12 દર્દીઓને કોરોનામુક્ત થયા હતા. ત્યારે આજે રવિવારે પણ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 04 કેસની સામે 04 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાંથી 04 કોરોના કેસો સામે આવ્યા હતા. જેની સામે 08 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર મળીને કુલ 08 કોરોના કેસોની સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ શનિવાર અને રવિવારે એમ બે દિવસમાં 16 કોરોના કેસોની સામે 24 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 3116 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 61 હજાર 206 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 88 હજાર 973 લાભાર્થીને કોરોના નો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 93 હજાર 648 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 65 હજાર 680 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...