તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈફેક્ટ:ગાંધીનગર જિલ્લામાં 2 વર્ષમાં કુલ 125 જેટલાં ઉદ્યોગોને તાળાં વાગી ગયાં

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બંધ થયેલા ઉદ્યોગો જિલ્લામાં બેકારોના આંક વધારશે, હાલ 6961 બેરોજગારો
  • ગાંધીનગર તાલુકામાં 5, માણસામાં 1, દહેગામમાં 1 અને કલોલમાં 2 GIDC છે શહેરના સે-25 સ્થિત ઈલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં 51 જેટલા ઉદ્યોગો બંધ થઈ ગયા

કોરોનાના અજગર ભરડામાં અનેક લોકોએ રોજગાર-ધંધા ગુમાવ્યા છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં અલગ-અલગ 9 જીઆઈજીસી વિસ્તારમાં 125 જેટલા ઉદ્યોગો બંધ થયા છે, જેમાં મોટાભાગના ઉદ્યોગધંધા કોરોના ઈફેક્ટને પગલે બંધ થયા હોવાનું મનાય છે. બેચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે પુછેલા લેખિત સવાલના જવાબમાં 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ આ માહિતી મુખ્યમંત્રીએ આ વિગત આપી હતી.

ગાંધીનગર તાલુકામાં 5, માણસામાં 1, દહેગામમાં 1 અને કલોલમાં 2 જીઆઈડીસી આવેલી છે. જેમાં શહેરના સે-25 સ્થિત ઈલેક્ટ્રોનિક્સ એસ્ટેટમાં 51 ઉદ્યોગો બંધ થયા છે. અહીં કાર્યરત ગાંધીનગર ઈલેક્ટ્રોનિક્સ ઝોન ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં 400થી વધુ મેમ્બર્સ છે. જોકે તેમાં સામે મોટા જાણીતા ઉદ્યોગો ચાલુ છે બંધ થયેલા ઉદ્યોગમાં નવા કે બહુ નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ થયો છે. બીજી તરફ ગાંધીનગર એન્જિનિયરિંગ એસ્ટેટમાં 19 ઉદ્યોગો બંધ થયા છે.

તો ભાટ જીઆઈડીસીમાં 3, માણસા જીઆઈડીસીમાં 3, દહેગામ જીઆઈડીસીમાં 5, કલોલ જીઆઈડીસીમાં 14 અને છત્રાલ જીઆઈડીસીમાં 29 એકમો બંધ થયા છે. ઉદ્યોગો બંધ થવા સરકારે ઉત્પાદનની સામે માલમાં ઘટાડો, અંગત કારણોસર અને નાણાંકીય બાબતોના કારણો આપ્યા છે. ઉદ્યોગો બચાવવા સરકારે આત્મનિર્ભર પેકેજ હેઠળ તબદીલી ફી 15 ટકાની જગ્યાએ 10 ટકા અને વણવપરાશી દંડ મહત્તમ 20 ટકાના સ્થાને અરજી તારીખથી બે વર્ષ કરતાં વધુ સમયથી ઉદ્યોગ બંધ હોય તો ઉચ્ચક 5 ટકા લેખે 35 ટકાના સ્થાને કુલ 15 ટકા વસુલવાની જોગવાઈ કરાઈ છે.

જિલ્લામાં 6105 શિક્ષિત અને 856 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા
કોરોના ઈફેક્ટથી ઉદ્યોગ-ધંધાની સીધી અસર લોકોની રોજગારી પર પડી છે. જિલ્લા 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ 6961 બેરોજગારો નોંધાયા છે. જેમાં 6105 શિક્ષિત બેરોજગારો અને 856 અર્ધ શિક્ષિત બેરોજગારો છે. સરકારે બે વર્ષમાં 16593 બેરોજગારોને નોકરી અપાઈ હોવાનું કહ્યું છે. જેમાં 37 સરકારી અને 16556 ખાનગી નોકરીનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...