મેગા કેમ્પ:ગાંધીનગર જિલ્લામાં એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક 51 હજાર લોકોએ રસીનો ડોઝ લીધો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં 50 સહિત સમગ્ર જિલ્લામાં 492 બૂથ ઊભાં કરાયાં હતાં

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા મેગા વેક્સિનેશન કેમ્પમાં એક જ દિવસમાં 51131 લોકો એ હસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો હતો. મેગા વેક્સિનેશન કેમ્પ માટે 492 બુથ ઊભાં કરવામાં આવ્યાં હતાં. કોરોનાની મહામારીને હરાવવા માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ગત તારીખ 16 જાન્યુઆરી, 2021થી શરૂ કરાયેલા વેક્સિનેશન કાર્યક્રમમાં બે વખત મેગા વેક્સિનેશન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમાં શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં મેગા વેક્સિનેશન કેમ્પ માટે મનપા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કુલ 492 બુથ ઊભાં કરવામાં આવ્યાં હતાં. જેમાં એક જ દિવસમાં 51131 લોકોએ રસીનો પ્રથમ તેમજ બીજો ડોઝ લીધો હતો. જેમાં ગાંધીનગર મનપા વિસ્તારમાં કુલ 50 બુથ ઉપર 10445 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આથી મનપા વિસ્તારમાં અત્યાર સુધી કુલ 505846 લોકોએ કોરોનાની રસી લીધી છે. જેમાં પ્રથમ ડોઝ 342466 લોકો અને બીજો ડોઝ 163377 લોકોએ લીધો છે.

મેગા વેક્સિનેશન કેમ્પ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉભા કરાયેલા કુલ 442 બુથ ઉપર 40680 લોકોએ કોરોનાની રસી લીધી હતી. આથી ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધી કુલ 1047213 લોકોએ કોરોના ની રસી લીધી છે. જેમાં 751484 લોકોએ પ્રથમ ડોઝ અને 295729 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હોવાનું જિલ્લા આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. જિલ્લામાં પ્રથમ વખત એક જ દિવસમાં ૫૦ હજારથી પણ વધુ લોકોએ રસી લીધી હોય તેવો પ્રથમ બનાવ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે યોજાયેલા મેગા રસીકરણ કાર્યક્રમમાં જોવા મળ્યો છે.

મોબાઈલ ટીમે ગામડાંમાં લોકોના ઘરે જઈને રસી આપી
શુક્રવારે જે ગામોમાં માત્ર 10થી 15 જ લાભાર્થી રસી લેવાના બાકી હોય તેવા ગામો તેમજ વાડી વિસ્તાર, બાંધકામ સાઇટ, ભઠ્ઠા કે દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો માટે મોબાઇલ ટીમનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, તેમજ ફેક્ટરી વિસ્તારમાં બાકી રહેલા લાભાર્થીઓ માટે પણ રસીકરણનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...