તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંક્રમણ:ગાંધીનગર જિલ્લામાં કોરોનાના નવા 8 સંક્રમિત કેસ અને 8 દર્દીએ કોરોનાને હરાવ્યો, જિલ્લામાં એક્ટિવ કેસ માત્ર 181

ગાંધીનગર24 દિવસ પહેલા
 • કૉપી લિંક

જિલ્લામાં નવા 8 લોકો સંક્રમિત થતાં કુલ આંકડો 7991 થયો છે. જ્યારે વધુ 8 દર્દીઓ સાજા થતાં કોરોનાને હરાવનારનો આંકડો 7213 થયો છે. આથી જિલ્લામાં હાલમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 181 જ છે. જોકે મોતનો સિલસિલો અટકી જતા સોમવારે પણ સારવાર લેતા કોરોનાના એકપણ દર્દીનું મોત નહી થતાં આરોગ્ય તંત્રએ રાહતનો દમ લીધો છે. કોરોનાથી સંક્રમિત કેસોમાં મનપા વિસ્તારમાંથી 4, ગાંધીનગર તાલુકામાંથી 2 તેમજ કલોલ અને માણસામાંથી 1-1 કેસ નોંધાયા છે.

મનપામાંથી 4, ગાંધીનગર તાલુકામાંથી 2 અને કલોલ તેમજ માણસમાંથી 1-1 કેસ નોંધવા પામ્યો છે. જેમાં મનપા વિસ્તારમાંથી નવા 4 કેસમાં સેક્ટર-26માંથી 50 વર્ષીય વેપારી, 40 વર્ષીય યુવાન, સેક્ટર-3ની 22 વર્ષીય વિદ્યાર્થીની, સેક્ટર-23ના 28 વર્ષીય ડેન્ટીસ્ટ સંક્રમતિ થયા છે. સંક્રમિતોના સંપર્કવાળા 15 વ્યક્તિઓને કોરન્ટાઇન કર્યા છે. જ્યારે જિલ્લાના ગાંધીનગર તાલુકામાંથી નવા 2 કેસમાં રાંધેજાની 23 વર્ષીય વિદ્યાર્થીની, મગોડીની 52 વર્ષીય ગૃહિણી કોરોનાગ્રસ્ત થઇ છે. જ્યારે કલોલ નગરપાલિકા વિસ્તારમાંથી 43 વર્ષીય યુવાન કોરોનામાં સપડાયો છે. ઉપરાંત માણસા નગરપાલિકાની 25 વર્ષીય યુવતી કોરોનામાં સપડાઇ છે. તમામ દર્દીના સારવાર હેઠળ છે, તેમજ તેમના પરિવારજનોને હોમ કોરન્ટાઈન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો