તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવેતર:ગાંધીનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ જૂન માસમાં 50 ટકા વાવેતર, આગામી દિવસોમાં વધવાની આશા

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં જિલ્લામાં 18 હજાર હેકટરમાં વાવણી જિલ્લામાં કુલ 1.30 લાખ હેકટર વાવેતર લાયક વિસ્તાર

ગાંધીનગર જિલ્લામાં દર વર્ષે 1.36 લાખ હેક્ટરમાં સરેરાશ વાવેતર થાય છે. તેમાં પણ ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા વાવેતર ઓછું થયું હોવાનું જાણવા મળ્યું છે. આ વર્ષે અત્યાર સુધીમાં વરસાદ પણ ગત વર્ષ કરતાં 50 ટકા ઓછો નોંધાયો છે.વાવેતર ઘટવા પાછળના વિવિધ કારણોમાંનુ એક નકારી શકાય તેમ નથી. જો વરસાદ નિયમિત થશે તો વાવેતર વધશે તે ચોક્કસ છે.

ગત વર્ષની સરખામણીએ અત્યાર સુધી વરસાદ 50 ટકા ઓછો થયો છે અને મોડું ચોમાસુ બેસતા વાવેતર ઓછુ થયું હતું. ગત વર્ષે અત્યાર સુધીમાં 36 હજાર હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે અત્યાર સુધી માત્ર 18 હજાર હેક્ટરમાં ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે જૂનની શરૂઆતમાં જ વરસાદ મોટા પ્રમાણમાં વાવણી લાયક થઈ ગયો હતો પરંતુ આ વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે, અગાઉના દિવસોમાં તાઉ તે વાવાઝોડાના પગલે કમોસમી વરસાદ થયો હતો ત્યારબાદ હજી સારો વરસાદ થયો નથી.

ગાંધીનગર જિલ્લામાં 3 વર્ષમાં સરેરાશ 1 લાખ 36 હજાર 800 હેક્ટરમાં વાવેતર થાય છે. આ વર્ષે પણ 1.36 લાખથી 1.38 લાખ સુધી વાવેતર થવાનો અંદાજ છે. આ વર્ષે વાવેતર 18 હજાર હેક્ટરમાં જ થયું છે. ગત વર્ષે વરસાદ વહેલો શરૂ થઈ ગયો હતો. જેથી હવે વરસાદ વધશે ત્યારે વાવેતરમાં ઝડપી વધારો પણ થશે. પાકોમાં થોડો ફેરફાર થવાની શક્યતા છે.

છેલ્લા 3 વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં કપાસનું 22 હજાર હેક્ટરમાં, ડાંગરનું 12 હજાર હેક્ટરમાં, દિવેલાનું 25 હજાર હેક્ટરમાં, ઘાસચારાનું 41,800 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે શાકભાજીનું 14,400 હેક્ટરમાં અને મગફળીનું 8200 હેક્ટરમાં સરેરાશ ઉત્પાદન કરવામાં આવ્યું છે. સામાન્ય રીતે અનિયમિત વરસાદના સમયે પાક ઓછો થવાનો અંદાજ રહે છે. જો આ વર્ષે વરસાદ નિયમિત રહેશે તો વાવેતર વધી શકવાનો અંદાજો જાણકારો લગાવી રહ્યા છે.

જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે. ગાંધીનગર જિલ્લામાં 4-5 દિવસમાં નોંધપાત્ર વરસાદ થયો છે. જેથી વાવણી પહેલા બિયારણ ખરીદી કરતા હોય ત્યારે વિશ્વાસપાત્ર અને સર્ટિફાઇડ બિયારણ જ ખરીદવા જોઈએ. ખેડૂતોએ આ બાબતનું પહેલા ધ્યાન રાખવાની જરૂર છે. વાવેતર કરતા પહેલા કોઈ પણ પાકને ફુગનાશક દવાનો પટ આપવાનો આગ્રહ રાખવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...