આયોજન:ગાંધીનગર જિલ્લામાં આગામી વર્ષે પોણા છ કરોડના ખર્ચે 351 વિકાસ કાર્યો હાથ ધરાશે

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંભંવિત કોરોનાની લહેર સંદર્ભે આરોગ્યના કામોને ટોચ અગ્રતા અપાશે

ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે આજે પ્રભારી મંત્રી કૌશિક પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળની સમીક્ષા યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગાંધીનગર જિલ્લામાં વર્ષ 2021-22માં 351 વિકાસ કામો માટે રૂપિયા 578 લાખ ખર્ચાશે તેમ પ્રભારી મંત્રીએ જણાવ્યું હતું. ત્યારે આયોજનની બેઠકમાં વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, સાંસદો , ધારાસભ્યોએ સહભાગી થઈ કર્યો વિચાર વિમર્શ કરી વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

આજે ગાંધીનગર જિલ્લાના પ્રભારી મંત્રી અને મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગાંધીનગર ખાતેથી વિડીયોકોન્ફરન્સના માધ્યમ દ્વારા ગાંધીનગર જિલ્લા આયોજન મંડળની બેઠક યોજીને નવા વિકાસ કામોના આયોજનો અને થયેલ વિકાસ કામોની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે , રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ વિકાસકામોનું આયોજન થઈ રહ્યું છે.

કોરોનાના કપરાકાળમાં પણ રાજય સરકારના દષ્ટ્રિવંત આયોજનના પરિણામે રાજયની વણથંભી વિકાસ યાત્રાને અટકવા દીધી નથી. કોરોના અંતર્ગત પણ નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા અને સંક્રમણથી સુરક્ષિત કરવા માટે અમારી સરકારે અપ્રતિમ કામગીરી કરી જેના લીધે સંક્રમણને અટકાવવામાં સફળતા મળી છે એટલુ જ નહીં આગામી સમયમાં સંભવિત કોરોનાના ત્રીજા વેવ સંદર્ભે પણ નાગરિકોને ઉત્તમ સારવાર પૂરી પાડવા માટે એકશન પ્લાન તૈયાર કરી દેવાયો છે અને સચિવોની જવાબદારીઓ પણ નક્કી કરવામાં આવી છે.

જિલ્લા આયોજનના કામોમાં જે કામો મંજુર કરવામાં આવે તે સંભંવિત કોરોનાની લહેરને ધ્યાને રાખીને આરોગ્યને લગતાં કામોને પ્રાધાન્ય આપવું જોઈએ.વિકાસના કામોની ગુણવત્તા તથા સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે કોઈપણ જાતની ઢીલાસ રાજ્ય સરકાર ચલાવી લેશે નહીં. કામોના સ્થળ બદલવા અંગે પણ કામના ધોરણોને પ્રાધાન્ય આપવા તેમણે સૂચન કર્યું હતું.

આયોજન મંડળની બેઠકમાં વર્ષ 2021-22 માટે તાલુકાકક્ષાની વિવિધ જોગવાઈ જેવી કે, વિવેકાધીન જોગવાઈ, ખાસ અંગભુત જોગવાઈ, પ્રોત્સાહક જોગવાઈ અને ખાસ ભૌગોલિક પછાત વિસ્તાર જોગવાઈ માટે મળવાપાત્ર થતી રૂ. 475 લાખની ગ્રાંટની સામે 338 કામો રૂ. 492.50 લાખના, નગરપાલિકા જોગવાઈની મળવાપાત્ર થતી રૂ. 75 લાખની ગ્રાંટની સામે 10 કામો રૂ. 75.43 લાખના, જિલ્લા કક્ષાની જોગવાઈની મળવાપાત્ર રૂ. 150 લાખની ગ્રાંટ સામે રૂ. 150 લાખના કામો મંજુર કરવા સુચન કર્યું હતું.

મંજુર કરવામાં આવેલ કામોમાં મુખ્યત્વે પાણી પુરવઠાના રૂ. 142.21 લાખના, ગ્રામ્ય માર્ગોના 135.44 લાખના ગંદા વસવાટોની વાતાવરણલક્ષી સુધારણાના રૂ. 105.82 લાખના, સ્થાનિક વિકાસના રૂ. 85.10 લાખના, પ્રાથમિક શિક્ષણના, પોષણ અને આરોગ્ય રૂ. 40.56 લાખના તેમજ ભૂમિસંરક્ષણના રૂ. 47.50 લાખના અને વિજળીકરણના રૂ. 17.30 લાખના એમ મળી કુલ રૂ. 577.93 લાખના 351 કામોને મંજુર કરાયા છે જે કામો સત્વરે હાથ ધરાશે.

વૈશ્વિક મહામારી કોવિડ-19 સંદર્ભે કરાયેલ કામગીરી અને આગામી આયોજન અંગે મંત્રીએ વિસ્તૃત ચર્ચા કરતાં જણાવ્યું કે, જિલ્લામાં આરોગ્યની સુવિધાઓ નાગરિકોને મળી રહે તે માટે માન. સંસદસભ્યશ્રી દ્વારા રૂ. 117.38 લાખ, વર્ષ 2021-22માં ધારાસભ્ય ફંડ હેઠળ મળવાપાત્ર થતી ગ્રાંટમાંથી તમામ ધારાસભ્યો દ્વારા કુલ 68 કામો માટે રૂ. 490.40 લાખની ગ્રાંટ ફાળવવામાં આવી છે. તદ્ઉપરાંત DMF જોગવાઈ હેઠળ રૂ. 51 લાખની ગ્રાંટ એમ મળી કુલ રૂ. 658.78 લાખની ગ્રાંટ આરોગ્યની સુવિધાઓ જેવી કે, ઓક્સિજન પ્લાન્ટ, તબીબી સાધનો, એમ્યુલન્સવાન, ઓક્સિજન કોન્સનટ્રેટર માટે ફાળવવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...