કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે 3 કોરોના પોઝિટિવ કેસો આવ્યા, 9 દર્દી ડિસ્ચાર્જ થયા

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના ગ્રામ્યમાંથી 2 કોરોના કેસ નોંધાયા

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 3 કેસો દફતરે નોંધાયા છે. ત્યારે 9 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી લીધી છે. ત્યારે ગાંધીનગરમાં આજે 38 સેન્ટરો પરથી 7,472 લાભાર્થીને ટીકા કરણ કરવામાં આવ્યું છે.

આજે જિલ્લાના ગ્રામ્યમાંથી 2 કોરોના કેસ નોંધાયા છે. જેમાં માણેકપૂરા ગામનો 24 વર્ષીય યુવક તેમજ ઈટાદરા ગામની 65 વર્ષીય વૃદ્ધા કોરોનાની ઝપેટમાં આવ્યાં છે. જેની સામે 6 દર્દીઓએ કોરોનાથી મુક્તિ મેળવી છે. એજ રીતે આજે કોર્પોરેશન વિસ્તારમાંથી 1 કોરોના કેસ મળી આવ્યો છે. જે મુજબ સેકટર 27 માંથી 45 વર્ષીય પુરુષ કોરોના સંક્રમિત થયો હોવાનું નોંધાયું છે. જ્યારે 3 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ત્યારે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 116 કોરોના દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે 382 દર્દીઓ હોમ કોરોન્ટઈનમાં રહી સારવાર મેળવી રહ્યા છે. ત્યારે અત્યારસુધીમાં ગ્રામ્ય વિસ્તારમાંથી 9 હજાર 589 દર્દીઓ કોરોનાથી મુક્ત થઇ ચૂક્યા છે. બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 7472 લાભાર્થીને 38 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી, ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 3 લાખ 47 હજાર 110 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 97 હજાર 592 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...