તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં આજે કોરોનાના 16 કેસ નોંધાયા, બે દર્દીઓનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 78 દર્દીઓએ કોરોનાને માત આપતાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

ગાંધીનગરનાં જિલ્લામાં આજે 16 કોરોનાના કેસ દફતરે નોંધાયા છે. જેની સામે 78 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે 02 દર્દીઓનું સારવાર દરમિયાન મોત થયું છે.

આજે ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા તેમજ ગાંધીનગર ગ્રામ્ય વિસ્તારમાં 06 પુરુષ તેમજ એક મહિલા કોરોના સંક્રમિત થઈ હતી. જ્યારે આજે 20 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે ગઈકાલે મંગળવારે ગ્રામ્ય વિસ્તારમાં 06 કોરોનાના કેસની સામે 24 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કુલ 12 કેસની સામે 44 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો.

એજ રીતે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારના પેથાંપુરમાં 04, સેકટર-7મા 02, સેકટર-3 એ ન્યુમાં 01, કુડાસણમાં 01 તેમજ સરગાસણમાં 01 મળીને કુલ 09 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. જેની સામે 58 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે કોર્પોરેશન વિસ્તારમાં 11 કોરોના દર્દીઓની સામે 43 દર્દી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ બે દિવસમાં કોર્પોરેશન એરિયામાં 20 કોરોના દર્દીઓની સામે 101 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા.

બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આજે 1710 લાભાર્થીને 25 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો બે લાખ 20 હજાર 767 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 85 હજાર 187 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ એક લાખ 83 હજાર 727 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 62 હજાર 141 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...