કોરોના અપડેટ:ગાંધીનગર જિલ્લામાં એક જ દિવસમાં 132 નવા કેસ નોંધાયા, શહેરી વિસ્તારમાં જ 91 કેસ નોંધાયા

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાત દિવસમાં આંકડો 413 સુધી પહોંચી જતાં નગરજનોમાં ફફડાટ વ્યાપ્યો

ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કોર્પોરેશન વિસ્તારમાં 91 અને ગ્રામ્ય વિસ્તારમાં 41 એમ કુલ મળીને 113 કોરોના પોઝિટિવ દર્દીઓ સરકારી દફતરે નોંધાયા છે. આમ છેલ્લા સાત દિવસમાં જ કોરોનાનો આંકડો 413 સુધી પહોંચી ગયો છે. તો કોરોના સંક્રમણનો ચેપ દહેગામ અને રખીયાલ પોલીસ મથકના કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં પણ કોરોનાનો ચેપ ફેલાઈ રહ્યો છે.

ગાંધીનગરમાં ગઈકાલે કોર્પોરેશન વિસ્તારમાંથી 59 તેમજ ગ્રામ્યમાં 32 લોકો કોરોના પોઝિટિવ આવતાં 6 દિવસમાં આંકડો 281એ પહોંચી ગયો હતો. જો કે છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાનો વિસ્ફોટ થતાં કોર્પોરેશન વિસ્તારમાં એકસાથે 91 તેમજ ગ્રામ્યમાં 41 લોકોને કોરોનાનો ચેપ લાગતા માત્ર સાત દિવસમાં આંકડો 413 પહોંચી ચૂક્યો છે.

આજે કોર્પોરેશન વિસ્તારમાં સેક્ટર 7 માં થી પાંચ, સેક્ટર 19 માં બે, વાવોલમાં 4,સેકટર 29 માં બે, સેકટર - 2 માં પાંચ, સેકટર 3 માં છ, સેકટર - 14 માં પાંચ, રાયસણમાં 2,સરગાસણમાં 14,સેકટર - 9 માં એક, રાંદેસણમાં 4, આઇઆઇટીમાં 5, સેકટર - 6 માં બે, સેકટર - 28 માં એક, સેકટર - 23 માં ત્રણ, કોબામાં 5 તેમજ કુડાસણમાં 8,સેકટર - 13 માં છ , સેકટર - 22 માં એક, ખોરજમાં 1,સેકટર - 4 માં બે, સેકટર - 27 માં એક, પાલજમાં 2,સેકટર - 26 માં એક અને સેકટર - 29 માં એક એમ કુલ મળીને 91 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે.

એજ રીતે ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ વધી જતાં આજે 41 દર્દીઓ કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. જેમાં દહેગામ માં 1, રખિયાલમાં 1, crpf લેકાવાડામાં 7, એરફોર્સ આલમપૂરમાં 1, બીએસએફમાં 11, અડાલજમાં 7, ઉવારસદમાં 2, કલોલ અદાણી શાંતિ ગ્રામમાં 1, બોરીસણામાં 3, અને કલોલ અર્બનમાં 5, માણસા અર્બનમાં 1 એમ મળીને કુલ 41 કોરોના પોઝિટિવ કેસ દફતરે નોંધાયા છે.

જ્યારે ગ્રામ્યમાં 143 દર્દીઓ સારવાર અર્થે દાખલ કરાયા છે. અને માત્ર 11 લોકોએ જ કોરોનાથી મુક્તિ મેળવી છે. આમ એક્ટિવ કેસની સંખ્યા ગાંધીનગરમાં 464 થઈ ચૂકી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાના ભરડામાં દહેગામ અને રખિયાલ પોલીસ મથકના બે પોલીસ કર્મચારીઓ પણ કોરોના પોઝિટિવ આવતાં પોલીસ બેડામાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વાયબ્રન્ટની તૈયારીના ભાગરૂપે બંને પોલીસ કર્મચારીઓએ મહાત્મા મંદિર ખાતે ફરજ બજાવી હતી. જેઓ બંને પોઝિટિવ આવતાં પોલીસ કર્મચારીઓમાં પણ સંક્રમણ વધવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...