લાખનો ફાયદો:ગાંધીનગર ડેપોમાં રૂ. 3.87 લાખની ટિકિટોનું ઓનલાઇન બુકિંગ થયું

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તહેવારોમાં લોકોએ એસ ટી બસનો ઉપયોગ વધુ કર્યો
  • ગત વર્ષ કરતાં આ વર્ષે​​​​​​​ ડેપોને રૂ. 1.13 લાખનો ફાયદો

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે દિવાળીના તહેવારોમાં લોકોએ એસ ટી બસનો ઉપયોગ વધુ કર્યો હતો. આથી ગત વર્ષે દિવાળીમાં કુલ રૂપિયા 2.74 લાખની ટિકીટોનું ઓનલાઇન બુકિંગ થયું હતું. તેની સામે ચાલુ વર્ષે રૂપિયા 1.13 લાખના વધારા સાથે ચાલુ વર્ષે કુલ રૂપિયા 3.87 લાખથી વધુનું ઓનલાઇન બુકિંગ નગરના એસ ટી ડેપોમાં થયું છે.

એસ ટી નિગમ દ્વારા લાંબા અને એક્સપ્રેસ રૂટની બસો માટે ઓનલાઇન બુકિંગની સિસ્ટમ શરૂ કરી છે. તેનો લાભ ચાલુ વર્ષે 2034 મુસાફરોએ લાભ લઇને ઓનલાઇન ટિકીટનું બુકિંગ કરાવ્યું હતું. આથી એસ ટી ડેપોએ ચાલુ વર્ષે રૂપિયા 387643ની આવક થઇ છે. જે ગત વર્ષની સરખામણીએ આવકમાં વધારો થતાં એસ ટી નિગમને આર્થિક મારમાં હાંસિક રાહત મળી છે. જોકે કોરોનાની મહામારીમાં બસમાં મુસાફરો માટે મર્યાદિત સંખ્યા નક્કી કરી હોવા છતાં લોકો બસની મુસાફરી કરતા ડરી રહ્યા હતા. આથી તેની સીધી અસર એસ ટી નિગમની આવક ઉપર પડી હતી.

એસ ટી ડેપોમાં ગત વર્ષની દિવાળીના દસ દિવસોમાં ઓનલાઇન કુલ 1564 ટિકીટોનું બુકિંગ થતા કુલ રૂપિયા 274464ની આવક થઇ હતી. જ્યારે તેની સામે ચાલુ વર્ષે દિવાળીના દસ દિવસોમાં ડેપોમાં કુલ 2034 ટિકીટોનું ઓનલાઇન બુકિંગ થતાં કુલ રૂપિયા 387643ની આવક થઇ છે. આથી ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડેપોને ઓનલાઇન બુકિંગમાં કુલ રૂપિયા 113179ની આવક વધારે થઇ હોવાનું એસ ટી ડેપોના મેનેજર કિર્તન પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...