મનપાની નોટિસ:ગાંધીનગર કોર્પોરેશનમાં 5 મહિનામાં પ્રોફેશનલ ટેક્સની 11 કરોડ સામે માત્ર 5.39 કરોડની આવક

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 30 સપ્ટેમ્બર સુધી વ્યવસાય વેરો ભરી જવા વ્યવસાયકારોને મનપાની નોટિસ

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગારમાં જોડાયેલા લોકોને વ્યવસાયવેરો ભરી જવા જાહેર નોટિસ અપાઈ છે. કોર્પોરેશનમાં નોંધાયેલા-બિન નોંધાયેલા, વ્યક્તિ-સંસ્થાઓને વર્ષ 2022-23નો પ્રોફેશનલ ટેક્સ ભરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. જે પછી વેરા ભરનાર કરદાતાને માસિક 1.50 ટકાના દરે એટલે વાર્ષીક 18 ટકા લેખે વ્યાજ લેવાશે.

ગાંધીનગર કોર્પોરેશનમાં અત્યાર સુધી પ્રોફેશનલ ટેક્સની 5.39 કરોડ આવક થઈ છે. 11 કરોડના ટાર્ગેટ સામે આ આવક 47.83 ટકા છે. ગાંધીનગર કોર્પોરેશનને ગત વર્ષે એટલે કે 2021-22માં પ્રોફેશનલ ટેક્સની 12.39 કરોડની આવક થઈ હતી. જે 9.50 કરોડના ટાર્ગેટ સામે 130 ટકા જેટલી આવક થઈ હતી.

જૂન-2020થી ગાંધીનગર કોર્પોરેશનમાં 18 ગ્રામ પંચાયત, પેથાપુર નગરપાલિકા તથા 50 ટીપી સ્કીમ વિસ્તારનો સમાવેશ થયો હતો. નવા વિસ્તારો ઉમેરાતા 79 હજાર રહેણાંક અને 14 હજાર કોમર્શિયલ મિલકતો ઉમેરાઈ હતી. જ્યારે જૂના વિસ્તારમાં અંદાજે 59 હજાર જેટલી રહેણાંક અને 8 હજાર કોમર્શિયલ મિલકતો હતી. જોકે, મિલકતો વધતાની સાથે જ મનપાને કોર્મશીયલ ટેક્સની આવકમાં વધારો થયો છે.

કોરોનાકાળમાં વસૂલાતની ટકાવારી વર્ષદીઠ વધી

વર્ષટાર્ગેટઆવકટકાવારી
2017-187.50 કરોડ6.63 કરોડ88 ટકા
2018-197.50 કરોડ7.35 કરોડ98 ટકા
2019-207.50 કરોડ8.41 કરોડ112 ટકા
2020-218.50 કરોડ9.72 કરોડ114 ટકા
2021-229.50 કરોડ12.39 કરોડ130 ટકા

મનપા વિસ્તારમાં કેટલો વ્યવસાય વેરો?
વેપારીઓ જેનું ટર્ન ઓવર 2.50 લાખ હોય તો શૂન્ય, 2.50 લાખથી વધુ હોય તો 2500 રૂપિયા વેરો લેવાય છે. જ્યારે પગારદાર કર્મચારીઓને બાર હજાર સુધી શૂન્ય અને 12 હજારથી વધુ પગારદારોને 200 રૂપિયા વ્યવસાય વેરો નિયત કરાયો છે. તો વેપારીઓ અને પગારદાર સિવાય અન્ય વ્યવસાયકારો માટે 2000 રૂપિયા વ્યવસાય વેરો નિયત કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...