• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar Corporation, Aam Aadmi Party Independents Defeated Congress With More Than 1.44 Lakh Votes, 1270 Voters Did Not Accept Any Party.

AAPએ કૉંગ્રેસનું ગણિત બગાડ્યું:ગાંધીનગર કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી - અપક્ષોએ 1.44 લાખથી વધુ મતોથી કોંગ્રેસનો રકાસ કાઢ્યો, 1270 મતદાતાએ કોઈપણ પક્ષ સ્વીકાર્યો નહીં

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આમ આદમી પાર્ટીએ ભાજપ - કોંગ્રેસના મતોનું ભંગાણ પાડી એક સીટ હાંસલ કરી

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં ભાજપાએ 41 સીટો સાથે ભગવો લહેરાવ્યો છે. ત્યારે 11 વોર્ડમાં કુલ 5 લાખ 70 હજાર 386 મતોમાંથી આમ આદમી પાર્ટી તેમજ અપક્ષોએ કુલ 1 લાખ 44 હજાર 074 મતો મેળવીને કોંગ્રેસનો રકાસ કાઢવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. જ્યારે 1270 લોકોએ નાટો નું બટન દબાવીને એકપણ પક્ષને સ્વીકાર કર્યો નથી.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપે 44 માંથી 41 સીટો હાંસલ કરી ઈતિહાસ રચી દીધો છે. કોર્પોરેશનનાં ઈતિહાસમાં તડજોડની નીતિથી શાસન કરનાર ભાજપે એ મહેણું પણ આ વખતે ભાંગી નાખ્યું છે. ભાજપની વિકાસની આંધીમાં કોંગ્રેસનાં સૂપડા સાફ થઈ ચૂક્યા છે. માત્ર 2 સીટો કોંગ્રેસના ફાળે આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીના ફાળે 1 સીટ આવી છે.

કોર્પોરેશનનાં 11 વોર્ડની મતગણતરી પર નજર કરીએ તો કુલ 5 લાખ 70 હજાર 386 મતો માંથી આમ આદમી પાર્ટી તેમજ અન્ય અપક્ષોએ કુલ 1 લાખ 44 હજાર 074 મતો મેળવ્યા છે. જેમાં સૌથી વધુ આમ આદમી પાર્ટીના ફાળે આવેલા મતો છે. વોર્ડ નંબર - 1 એટલે કે સેકટર - 25,26 અને રાંદેજા માન્યતા પ્રાપ્ત મતોની સંખ્યા 44 હજાર 897 ની સામે 16 હજાર 381 મતો આપ અને અપક્ષને મળ્યા છે. જ્યારે 72 મતો નોટા છે. વોર્ડ નંબર - 2 માં કુલ 52 હજાર 610 મતોમાંથી 7435 આપ - અપક્ષ નાં ફાળે તેમજ 122 નોટામાં મત પડ્યા છે. વોર્ડ - 3 માં કુલ 41 હજાર 987 મતો માંથી 9 હજાર 416 આપને તેમજ 83 નોટા મત છે.

એજ રીતે વોર્ડ - 4 માં કુલ માન્ય 57 હજાર 451 મતોમાંથી 13229 આપ નાં ફાળે તો 168 નોટા મત છે. વોર્ડ નંબર - 5 માં કુલ 31 હજાર 514 મતોમાંથી 4305 ભાજપ કોંગ્રેસ સિવાય આપ કે અન્ય પક્ષને મળ્યા છે. જ્યારે 71 નોટા મત છે. તેમજ વોર્ડ - 6 માં કુલ 43 હજાર 995 મતોમાંથી 15822 મતો આપને મળ્યા છે તેમજ 87 નોટા મત છે.

જ્યારે વોર્ડ નંબર - 7 માં કુલ 53 હજાર 098 મતોમાંથી 9913 મતો ભાજપ કોંગ્રેસને મળ્યા નથી. જ્યારે 105 મતો નોટા છે. વોર્ડ - 8 માં 60 હજાર 109 મતોમાંથી 17301 મતો પણ ભાજપ કોંગ્રેસનાં ફાળે આવ્યા નથી. એટલેકે આમ આદમી પાર્ટી - અપક્ષને મળ્યા છે. જ્યારે 136 મત નોટા છે. વોર્ડ નંબર - 9 ની સ્થિતિ જોઈએ તો કુલ 62 હજાર 860 મતોમાંથી 20205 મતો પણ ભાજપ કોંગ્રેસના ફાળે આવ્યા નથી પણ આપ - અપક્ષને મળ્યા છે. તેમજ 152 મતો નોટા છે. એજ મુજબ વોર્ડ નંબર - 10 માં કુલ 58 હજાર 650 મતોમાંથી 17436 મતો આપ - અપક્ષને ફાળે આવ્યા છે. જ્યારે 140 મતો નોટા છે. તેમજ વોર્ડ નંબર - 11 માં કુલ 63 હજાર 224 મતો માંથી 12 631 મતો પણ આપ પાર્ટી - અપક્ષ ને ફાળે ગયા છે. અને 134 નોટા મતો છે.

ગાંધીનગર મનપામાં ભાજપ કોંગ્રેસની લડાઈમાં આમ આદમી પાર્ટીએ કોર્પોરેશનની ચુંટણીમાં ઝંપલાવીને બન્ને મોટા પક્ષોને નુકશાન પહોંચાડયું છે. જો કે ભાજપ 41 સીટો સાથે સ્પષ્ટ બહુમતી હાંસલ કરી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સૂપડા સાફ કરી દેવામાં આવ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને સૌથી વધુ નુકશાન થવા પામ્યું છે.

અન્ય સમાચારો પણ છે...