શહેરમાં વિકાસને રોકેટગતિએ દોડાવવામા આવી રહ્યો છે. રોડ રસ્તા પહોંળા કરી દેવાયા છે. તંત્ર નવી કામગીરી હોંશે હોંશે કરી રહ્યુ છે. પરંતુ મરામતની કામગીરી તંત્રને કે તેના પદાધિકારીઓને નજરે પડતી નથી. શહેરના સેક્ટર 29 રંગમંચ પાસે સરકાર દ્વારા નવા આવાસો બનાવવામા આવી રહ્યા છે. જેને લઇને રોજ હજ્જારો મેટ્રીક ટન માલ લઇને વાહનો આવન જાવન કરે છે.
ભારે ભરખમ વાહનોથી જ રંગમંચ પાસે આવેલા ગટરનુ ઢાંકણ તુટી ગયુ છે. બિલકુલ રોડ સાઇડમા આવેલુ ઢાંકણ સમયસર નવુ બદલવામા નહિ આવે તો કોઇ નિર્દોશનો ભોગ લેશે તેમા બે મત નથી. બાજુમા ચાલતી આવાસની કામગીરી નિહાળવા અનેક અધિકારીઓ અને પદાધિકારીઓ આવી રહ્યા છે. પરંતુ તેમની આંખે મોતિયો હોય તેમ તુટેલુ ઢાંકણ નજરે પડતુ નથી !
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.