તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • In Gandhinagar, As The Death Toll From Coronation Increased, The Forest Department Provided 18,000 Mounds Of Firewood Free Of Cost, A Direct Benefit Of Rs 14.40 Lakh To The Corporation.

ઉમદા કામગીરી:ગાંધીનગરમાં કોરોનથી મૃત્યુ આંક વધતા વન વિભાગે 18 હજાર મણ લાકડું નિઃશુલ્ક આપ્યું, કોર્પોરેશનને રૂ.14.40 લાખનો સીધો ફાયદો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 37 હજાર 385 કિલો લાકડું કોર્પોરેશન પાસે બચ્યું છે

કોરોના મહામારી દરમિયાન મોતનું તાંડવ શરૂ થતાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સરકારના આદેશ મુજબ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને બે મહિનામાં રૂ. 80ના મણના ભાવનું 18 હજાર મણ લાકડું ગાંધીનગર વન વિભાગ દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતા કોર્પોરેશનને અત્યાર સુધીમાં 14 લાખ 40 હજારનો ફાયદો થવા પામ્યો છે. બીજી તરફ કોર્પોરેશન તંત્ર દ્વારા પણ બે મહિનાના સમયગાળા દરમિયાન 3 લાખ 23 હજાર 795 કિલો લાકડું ખરીદવામાં આવ્યું હતું. જેમાંથી હાલમાં 37 હજાર 385 કિલો લાકડું કોર્પોરેશન પાસે બચ્યું છે.

મૃત્યુ આંક પણ વધતા સ્મશાનમાં લાઈનો લાગી હતી

કોરોનાની બીજી ઘાતકી લહેરે એપ્રિલ અને મે મહિનામાં હાહાકાર મચાવી દીધો હતો. ગાંધીનગરમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોરોના દર્દીઓની સાથે મૃત્યુ આંક પણ વધી જવાના કારણે સ્મશાનમાં લાઈનો લાગી હતી. ગાંધીનગરના ઈતિહાસમાં સ્વજનોને મૃતદેહના અંતિમ સંસ્કાર માટે કલાકો સુધી રઝળપાટ કરવાની નોબત આવી ગઈ હતી. જેનાં કારણે ભઠ્ઠી પણ પીગળી જવા પામી હતી.

18 હજાર મણ લાકડા કોર્પોરેશનને નિઃશુલ્ક આપ્યા

શહેરનાં અંતિમ ધામમાં રોજના 50 થી વધુ મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં આવતા સીએનજી ભઠ્ઠી પણ કામ કરતી બંધ થઈ જવા પામી હતી. બાદમાં સરકાર દ્વારા લાકડાની ભઠ્ઠીમાં પણ અંતિમ સંસ્કારની પરવાનગી આપતા સીએનજી અને લાકડાની ભઠ્ઠીમાં ચિતાઓ ધમ ધમવા લાગી હતી. ત્યારે લાકડાની સમસ્યા ના સર્જાય તે માટે વન વિભાગને નિઃશુલ્ક લાકડા આપવાની સરકારે સૂચનાઓ આપી હતી. જેનાં પગલે વન વિભાગ દ્વારા રૂ.80 મણના ભાવના 18 હજાર મણ લાકડા કોર્પોરેશનને નિઃશુલ્ક આપવામાં આવ્યું હતું. જેનાં પગલે કોર્પોરેશન તંત્રનાં રૂ.14. 40 લાખ સીધા જ બચી ગયા હતા.

અત્યાર સુધી 37 હજાર 385 કિલો લાકડુ બચ્યું

બીજી તરફ ગાંધીનગર મહાનગરપાલિકાની યાદી મુજબ એપ્રિલ મહિનામાં કોર્પોરેશને 2 લાખ 19 હજાર 520 કિલો લાકડું ખરીદ્યુ હતું. જેમાંથી 1 લાખ 98 હજાર 810 કિલો લાકડું વપરાયું હતું, જ્યારે મે મહિનામાં 1 લાખ ,4 હજાર 275 કિલો લાકડું ભઠ્ઠીઓ માટે લેવામાં આવ્યું હતું. જેમાંથી 87 હજાર 600 કિલો લાકડું વપરાયું હતું. આમ એપ્રિલ મહિનામાં 20 હજાર 710 અને મે મહિનામાં 16 હજાર 675 લાકડું કોર્પોરેશન પાસે બચ્યું છે. એપ્રિલ અને મે મહિનામાં ખરીદેલા કુલ 3 લાખ 23 હજાર 795 કિલો લાકડામાંથી અત્યાર સુધી 37 હજાર 385 કિલો લાકડુ બચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...