તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બિભત્સ:ગાંધીનગરમાં એકલી અટૂલી જતી મહિલાઓ સામે નિર્વસ્ત્ર થઈને અશ્લીલ હરકતો કરતો યુવક ક્રાઇમ બ્રાંચની ટ્રેપમાં ઝડપાયો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રાઈમ બ્રાન્ચ તેમજ સેકટર-7 પોલીસની સંયુક્ત ટીમે ટ્રેપ ગોઠવીને આબાદ રીતે ઝડપી લીધો

ગાંધીનગરના વીઆઇપી ગણાતા સેક્ટર-8 તેમજ સેક્ટર-9 વિસ્તારમાં એકલી અટુલી જતી મહિલાઓ તેમજ યુવતીઓને રસ્તામાં રોકીને લોઅર કાઢી નાખી અશ્લીલ હરકતો કરીને બીભત્સ માગણી કરનાર સેક્ટર-7ના બ્રિજેશ ભરતભાઈ સોલંકીને ગાંધીનગર ક્રાઈમ બ્રાન્ચ તેમજ સેકટર-7 પોલીસની સંયુક્ત ટીમે ટ્રેપ ગોઠવીને આબાદ રીતે ઝડપી લીધો છે. ત્યારે બ્રિજેશ ખૂનના ગુનામાં આજીવન કેદની સજાનો આરોપી હોવાનું પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે.

ગાંધીનગરના સેકટર-8 તેમજ સેક્ટર-9 વિસ્તારમાં આઈએસ આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં સફેદ કલરની એસેન્ટ કારમાં આવતો યુવક એકલી અટૂલી જતી મહિલાઓ તેમજ યુવતીઓને રસ્તામાં આંતરીને નિવસ્ત્ર થઈને અશ્લીલ હરકતો કરી બિભત્સ માંગણીઓ કરતો હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી.

આ બાબતની વ્યાપક ફરિયાદો પણ પોલીસ કંટ્રોલમાં છાશવારે આવતી રહેતી હતી. જેનાં પગલે રેન્જ આઈજી અભય ચુડાસમા તેમજ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ કોઈપણ સંજોગોમાં આરોપીનું પગેરૂ શોધી કાઢવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. ત્યારે નાયબ પોલીસ અધિક્ષક એમ કે રાણા, ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર હર દીપસિંહ ઝાલા તેમજ સેકટર-7 પોલીસ ઈન્સ્પેક્ટર સચિન પવાર દ્વારા આ વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને એસેન્ટ ગાડી ની વિગતવાર માહિતી એકઠી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ દરમિયાન ઇન્સ્પેક્ટર હરદીપસિંહ ઝાલાએ પોતાની આગવી સૂઝબૂઝ વાપરીને ટ્રેપનું આયોજન કર્યું હતું. જે અન્વયે સેક્ટર-8 અને 9માં અલગ અલગ ટીમો એક્ટિવ કરીને ગુપ્ત રાહે સફેદ કલરની એસેન્ટ કારની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. તે વખતે એક શંકાસ્પદ એસેન્ટ કાર સેક્ટર 08માંથી નીકળીને સેક્ટર-09 તરફ જતી દેખાઈ હતી. આથી પોલીસ ટીમે ટ્રેપના આયોજનના ભાગરૂપે તે ગાડીનો પીછો કર્યો હતો. જ્યાં સેકટર-09ના એકાંત રોડ પર શંકાસ્પદ કાર રોકાઈ ગઈ હતી. બાદમાં એક મહિલા પોલીસ કર્મચારીને તે રોડ પર રવાના કરવામાં આવી હતી.

મહિલા શંકાસ્પદ કાર પાસે પહોંચી તે વેળાએ કારમાંથી એક યુવક બહાર આવીને મહિલા સામે બિભત્સ માંગણીઓ કરીને ટીશર્ટ ઉતારી દઇ લોઅર પણ કાઢીને અશ્લીલ હરકતો કરવા લાગ્યો હતો. જેનાં પગલે વોચમાં ગોઠવાયેલા પોલીસ ટીમે દોડી જઇને તેને ઝડપી લીધો હતો. જેનું વૈજ્ઞાનિક ઢબે પૂછતાંછ કરવામાં આવતા તેણે પોતાનું નામ બ્રિજેશ ભરતભાઈ સોલંકી (રહે સેક્ટર-7 બી પ્લોટ નંબર 530/1) હોવાનું ખુલવા પામ્યું હતું. જે પોતાની એસેન્ટ ગાડી( GJ-18-AZ-2169) લઈને સેક્ટર-8 તેમજ સેકટર-9 વિસ્તારમાં ફરતો હતો અને એકલી જતી સ્ત્રીઓ સામે નિવસ્ત્ર થઈ અશ્લીલ હરકતો કરતો હતો.

ભૂતકાળમાં બ્રિજેશ સોલંકી વિરોધ સેકટર-7 પોલીસ મથકમાં ખૂનનો ગુનો દાખલ થયો હતો. જેમાં તેને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી છે તે સિવાય સેક્ટર-21માં પણ તેના વિરુદ્ધ વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. આજીવન કેદની સજાની સામે બ્રિજેશ હાઇકોર્ટમાંથી જામીન મેળવ્યા છે અને તે સેકટર-7માં શિવ પાર્લર ચલાવે છે. હાલમાં તેના વિરુદ્ધ સેકટર-7 પોલીસ મથકમાં મહિલાઓ સામે અશ્લીલ હરકતો કરવા સબબ બે ગુના નોંધવામાં આવ્યા છે. આ ગુનાની વધુ તપાસ સેકટર-7 પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...