પોલીસ સતર્ક:ગાંધીનગરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે પોલીસ મેદાનમાં, ખાસ ડ્રાઈવ યોજી દંડાત્મક કાર્યવાહી શરૂ

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં પણ ખાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે

કોરોના વૈશ્વિક મહામારીના પગલે ગાંધીનગરનું જન જીવન થંભી ગયું હતું. ત્યારે ગઈકાલથી અનલોક થયેલા ગાંધીનગરમાં વકરી રહેલી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ અર્થે જિલ્લામાં બ્લેક ફિલ્મ, ફેન્સી નમ્બર પ્લેટ તેમજ આડેધડ વાહન પાર્ક કરનાર ચાલકો સહિત માસ્કના કાયદાનું પાલન નહીં કરનાર લોકો સામે ખાસ ડ્રાઈવ શરૂ કરી દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર સહિત જિલ્લામાં ખાસ ડ્રાઈવ શરૂ

ગાંધીનગર ગઈકાલથી જ રાબેતા મુજબ પાટા પર આવ્યું છે. ત્યારે ટ્રાફિક સમસ્યા પણ સર્જવાની શરૂઆત થઈ ચૂકી છે. ગાંધીનગરની જનતા જાણે કેદમાંથી આઝાદ થઈ ગઈ હોય તેવી અનુભૂતિ કરી રહી છે. જો કે ગાંધીનગર અનલોક કરવામાં આવતા જ ટ્રાફિકની સમસ્યાને પૂર્વવત થઇ ગઈ છે. છેલ્લા ઘણા સમયથી શાંત બેસી રહેલી પોલીસ ફરી પાછી ટ્રાફિકના નિયમોના કડક અમલવારી માટે મેદાનમાં આવી ગઈ છે. આજે સાંજથી ગાંધીનગર સહિત જિલ્લામાં ખાસ ડ્રાઈવ શરૂ કરી દેવામાં આવી છે.

નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકોને દંડ

આ ડ્રાઈવ અંતર્ગત શહેરના પ્રવેશ દ્વાર ઉપરાંત શોપિંગ સેન્ટરો આગળ આડેધડ વાહનો પાર્ક કરનાર વાહન માલિકોને દંડ ફટકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. તે સિવાય કારના કાળા કાચ, ફેન્સી નંબર પ્લેટ, લાયસન્સ તેમજ માસ્ક વિનાના વાહન ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી અનલોકના બીજા દિવસથી જ શરૂ કરી દેવામાં આવતા નગરજનો પણ ફફડી ઉઠયા છે. જિલ્લા પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ ખાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવશે. અને ટ્રાફિક સહિત માસ્કના નિયમોનું પાલન નહીં કરનાર વાહનચાલકોને દંડ ફટકારવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...