એક ફૂલ દો માલી:ગાંધીનગરમાં પોલીસકર્મી પ્રેમિકાને બીજા પોલીસ સાથે પ્રેમ થતાં પ્રેમીએ મારી, મહિલાએ પણ પોલીસ ફ્રેન્ડને ફટકાર્યો

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર.
  • એક જ મહિલા પોલીસકર્મચારી અન્ય પ્રેમી સાથે સંબંધ રાખીને સહ-પોલીસકર્મી પ્રેમીને દગો આપી રહી હોવાનું બહાર આવ્યું

શહેરના એક પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી સાથી પોલીસકર્મી સાથે ઇલુઇલુ કરતી હતી. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં, પરંતુ મહિલા પોલીસકર્મી પોતાના સાથી કર્મીને પ્રેમ કરતી હોવા છતાં અન્ય યુવકને પણ પ્રેમ કરતી હતી, જેની તેના પોલીસકર્મી પ્રેમીને ગંધ આવી જતાં જાહેરમાં ફટકારી હતી, તો સામે મહિલા કર્મીએ પણ પોતાના પોલીસકર્મી બોયફ્રેન્ડને જાહેરમાં ફટકાર્યો હતો. આ બાબત હાલ પાટનગરમાં ટોક ઓફ ટાઉન બની જવા પામતાં મામલો હાલમાં અનેક અટકળોનો દૌર શરૂ થઈ ગયો છે. આ મામલામાં સાચું શું છે એની પણ ચર્ચા ચાલી રહી છે.

શહેરના એક પોલીસ મથકમા ફરજ બજાવતી મહિલા અને પુરુષ પોલીસકર્મી એકબીજાને દિલ આપી બેઠાં હતાં.એક જ પોલીસ મથકમાં સાથે નોકરી કરતાં હોવાથી નજીક આવી ગયાં હતાં. સાથી પોલીસકર્મી મહિલા પોલીસકર્મીને દિલો જાનથી પ્રેમ કરતો હતો, પરંતુ મહિલા પોલીસકર્મીને વફાદારી પસંદ નહિ હોય એમ જોડે જોડે અન્ય પોલીસકર્મી યુવકને પણ પ્રેમ કરવા લાગી હતી.

આ બાબતની જાણ સાથી પોલીસકર્મીને થઇ જતાં જાહેરમાં બબાલ થઇ હતી. પુરુષ પોલીસકર્મીએ પોતાની સાથે પ્રેમ કરતી મહિલા કર્મીને અન્ય યુવક સાથે પ્રેમભરી વાતો કરતાં રંગેહાથ ઝડપી લીધી હતી.

જેને લઇને પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ જાહેરમાં ધોલધપાટ શરૂ થઇ ગઇ હતી. આસપાસના લોકોની પણ પરવા કર્યા વિના મારામારી કરવા લાગ્યાં હતાં. આ બાબત પોલીસ મથક સુધી પહોંચી હતી, પરંતુ પોલીસ ચોપડે એની નોંધ થઇ નથી. જ્યારે સ્થાનિક પોલીસ મથકના બંને પ્રેમીઓની કામગીરી બદલી નાખવામા આવી છે. આ બાબત શહેરના પોલીસ મથકમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં માણસા પોલીસ મથક, એલસીબીના બે પોલીસકર્મીની બબાલ બાદ ત્રીજો બનાવ પોલીસ વિભાગમાં બનતાં પોલીસબેડામા ખળભળાટ મચી ગયો છે.