કોરોના અપડેટ:ગાંધીનગરમાં કોરોનાએ અજગરી ભરડો લેતાં 24 કલાકમાં 85 લોકો સંક્રમિત, પાંચ દિવસમાં આંકડો બેવડી સદીએ પહોંચ્યો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર મનપા વિસ્તારમાં જ 59 નવા કેસ નોંધાયા

ગાંધીનગરમાં આજે સતત પાંચમા દિવસે કોરોનાએ ભરડો લઈને ચોવીસ કલાકમાં 85 લોકોને ઝપેટમાં લઈ લીધા છે. આમ છેલ્લા પાંચ દિવસમાં કોરોનાનો આંકડો બેવડી સદીએ પહોંચી જવા પામ્યો છે. જેમાં કલોલમાં 24 કલાકમાં 11 તેમજ સીઆરપીએફનાં પાંચ જવાનો પણ કોરોના સંક્રમિત થયા છે.

ગાંધીનગરમાં છેલ્લા પાંચ દિવસથી કોરોનાએ શહેરને ભરડામાં લેવાની શરૂઆત કરી દીધી છે. ગઈકાલે મંગળવારે એક સાથે 35 કોરોનાના કેસો સામે આવ્યા હતા. ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લામાં 85 કેસો મળી આવ્યા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં 26 અને કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ 59 કોરોના સંક્રમિત દર્દીઓ મળી આવ્યા છે.

ગ્રામ્ય વિસ્તારનાં આંકડા તરફ નજર કરીએ તો સીઆરપીએફ કેમ્પમાં 28, 32,36,42 જવાન અને 78 વર્ષીય વૃદ્ધ, કલોલના કસ્તુરીનગરમાં 33 મહિલા, કરાઈમાં 32 મહિલા, બોરીસણામાં 32 મહિલા, 7 વર્ષનો વિદ્યાર્થી, 29 વર્ષની યુવતી તેમજ કલોલમાં 27 વર્ષીય યુવક, 41 વર્ષીય મહિલા, 25 વર્ષની યુવતી, 72 વર્ષના વૃદ્ધ, 62 વર્ષીય વૃધ્ધા, 39 વર્ષીય મહિલા, 60 વર્ષીય વૃદ્ધા, 40 વર્ષની મહિલા, 13 વર્ષનો વિદ્યાર્થી, 17 વર્ષની વિદ્યાર્થીની, 36 વર્ષનો યુવક તેમજ રકનપૂરમાં 20 વર્ષનો વિદ્યાર્થી, સઈજમાં 37 વર્ષીય મહિલા, 13 વર્ષની વિદ્યાર્થી, માણસામાં 59 વર્ષીય વૃદ્ધ અને ગલથરામાં 21 વર્ષીય યુવક મળીને કુલ 26 કોરોનાના કેસો પ્રકાશમાં આવ્યા છે.

બીજી તરફ શહેર વિસ્તારમાં કોરોનાએ કાળો કેર વર્તાવી દીધો છે. આજે કોર્પોરેશન વિસ્તારમાંથી એકસાથે 59 લોકો કોરોનાનો શિકાર બની બન્યા છે. જે પૈકી રાયસણમાં 24 વર્ષીય યુવતી, 59 વર્ષીય વૃદ્ધ, પેથાપુરમાં 32 વર્ષનો યુવક, 17 વર્ષીય વિદ્યાર્થી, સેક્ટર- 19 માં 27 વર્ષના યુવક - યુવતી, 28 વર્ષની યુવતી તેમજ 56 વર્ષીય વૃદ્ધ, સેકટર-23 માં 53 વર્ષીય વૃદ્ધ, 18 વર્ષની યુવતી, વાવોલમાં 7 વર્ષીય વિદ્યાર્થીની, 29 વર્ષીય યુવક, 37 વર્ષીય મહિલા, 64 વર્ષની વૃધ્ધા, સેકટર - 29 માં 46 વર્ષીય મહિલા, 64 વર્ષીય વૃદ્ધા તેમજ સેકટર - 7 માં 31 વર્ષનો યુવક, 17 વર્ષનો વિદ્યાર્થી, 28 વર્ષનો યુવક, 30 વર્ષીય મહિલા, 47 વર્ષીય મહિલા, સેકટર - 13 માં 77 વર્ષીય વૃધ્ધ, 56 વર્ષીય વૃદ્ધા, કુડાસણમાં 58 વર્ષીય વૃદ્ધા, 53 વર્ષીય વૃદ્ધા, 29 વર્ષીય યુવતી કોરોના સંક્રમિત થયા છે.

આ ઉપરાંત સરગાસણમાં 33 વર્ષીય મહિલા, 57 વર્ષીય વૃદ્ધ ,26 વર્ષીય યુવતી, 29 વર્ષીય યુવક ,60 વર્ષીય વૃદ્ધ, 58 વર્ષીય વૃદ્ધ અને 64 વર્ષીય વૃધ્ધ,રાદેસણમાં 62 વર્ષીય વૃદ્ધ, 34 વર્ષીય મહિલા, સેકટર - 5 માં 32 વર્ષીય મહિલા ,26 વર્ષીય યુવતી તેમજ આઈઆઈટીમાં 36 વર્ષીય યુવક, ઝૂંડાલમાં 49 વર્ષીય આધેડ, 44 વર્ષીય મહિલા, 46 વર્ષીય આધેડ, 57 વર્ષીય વૃદ્ધ, 45 વર્ષીય આધેડ, સેકટર - 6 માં 17 વર્ષનો વિદ્યાર્થી પણ કોરોનાનો શિકાર બની ચૂક્યા છે.

એજ રીતે સેકટર - 23 માં 18 વર્ષની વિદ્યાર્થીની, સેકટર - 2 માં 55 વર્ષીય વૃદ્ધ, સેકટર - 4 માં 24 વર્ષની યુવતી, રાધેજા 55 વર્ષીય વૃદ્ધ, સેકટર - 27 માં 42 વર્ષીય મહિલા, 22 વર્ષની યુવતી, સેકટર - 29 માં 64 વર્ષીય વૃદ્ધ, સેકટર - 12 માં 35 વર્ષનો યુવક, 34 વર્ષની મહિલા, સેકટર - 9 માં 46 વર્ષીય આધેડ, 44 વર્ષીય મહિલા, 16 વર્ષીય વિદ્યાર્થિની તેમજ સેકટર - 20 માં 55 વર્ષીય વૃદ્ધ મળીને કોર્પોરેશન વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 59 કોરોનાના કેસો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...