ચાર્જની સોંપણી:ગાંધીનગરમાં બદલી થઇને આવેલા 8 ઈન્સ્પેક્ટરોની આખરે નિમણૂક થઈ, ઈન્ફોસિટી પીઆઈ તરીકે વી.જી. રાઠોડ ચાર્જ સંભાળશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બી. એમ. દેસાઈની ટ્રાફિક શાખામાં નિમણૂક કરવામાં આવી

ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી બદલી થઈને આવેલા 8 પોલીસ ઇન્સ્પેક્ટરોને અલગ અલગ પોલીસ મથકમાં સત્તાવાર નિમણૂંક આપી દેવામાં આવી છે. જે અન્વયે ઈન્ફોસિટી પોલીસ મથકના પીઆઈ તરીકે વી જી રાઠોડની નિમણૂક થઈ છે. નોંધનીય છે કે પીઆઈ રાઠોડ પહેલા ગાંધીનગરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.

ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ
ઈન્ફોસિટી પીઆઈ વી જી રાઠોડ

ગાંધીનગર જિલ્લામાં 8 પોલીસ ઇન્સ્પેકટર બદલી થઈને છેલ્લા ઘણા સમયથી આવી ચૂક્યા હતા. આ તમામ પોલીસ ઈન્સ્પેકટર ને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા હતા. ઘણા લાંબા સમયથી જિલ્લામાં બદલી થઈને આવેલા ઈન્સ્પેક્ટરોની નિમણૂક થવાની રાહ જોવાઈ રહી હતી. જેનો આજે અંત આવી ચૂક્યો છે.

આજે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ દ્વારા બદલી થઈને આવેલા આઠ પોલીસ ઈન્સ્પેક્ટરને સત્તાવાર રીતે નિમણૂંક આપી દેવામાં આવી છે. જેમાં પીઆઈ એસ એ ડાભીને AHTU ગાંધીનગર, વી.જી. રાઠોડને ઈન્ફોસિટી, આર એલ દવેને સચિવાલય સંકુલ, એલ ડી ઓડેદરાને સાંતેજ, બી એન ચાવડાને કંટ્રોલ રૂમ, બી. એમ. દેસાઈને ટ્રાફિક, એચ પી પરમારને એટેચ એલસીબી - 2 તેમજ વી ડી વાળાને એટેચ સ્પેશિયલ ઓપરેશન ગૃપ માં મૂકવામાં આવ્યા છે.

આમ જોતા એલસીબી પીઆઈની પણ આગામી દિવસોમાં બદલી થવાની શકયતા વર્તાઈ રહી છે. જ્યારે ઈન્ફોસિટી પીઆઈ તરીકે મૂકવામાં આવેલા વી.જી. રાઠોડ ભૂતકાળમાં ગાંધીનગરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. જે પછી પ્રમોશન મેળવીને પીઆઈ રાઠોડ અમદાવાદ જિલ્લામાં ફરજ બજાવતા હતા.

ઉલ્લેખનીય છે કે પીઆઈ રાઠોડ ગાંધીનગર માં જ વર્ષોથી સ્થાયી હોવાથી તેમજ પીએસઆઇ તરીકે ફરજ બજાવી ચૂક્યા હોવાથી શહેરના ઈતિહાસ ભૂગોળથી સારી રીતે વાકેફ છે. અને બાતમીદારોનું બહોળું નેટવર્ક પણ ધરાવે છે. જેનો ચોક્કસથી ફાયદો થવાનો છે. આગામી એક બે દિવસમાં પીઆઈ રાઠોડ ઈન્ફોસિટી પોલીસ નો સ્વતંત્ર હવાલો સંભાળી પણ લેવાના છે.

અન્ય સમાચારો પણ છે...