ગાંધીનગર સતત ત્રીજા દિવસે પણ કોરોનાના કેસોનો રાફડો ફાટયો હોય એમ આજે પણ જિલ્લામાં વિદ્યાર્થી, વૃદ્ધો તેમજ ગૃહિણી સહિત 27 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમ માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાના આંકડો 70 સુધી પહોંચવા આવ્યો છે.
ગાંધીનગરમાં કોરોનાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી લીધી હોય એમ દિવસેને દિવસે કોરોના ગાંધીનગરમાં સંક્રમણ ફેલાવી રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં પહેલી જાન્યુઆરીના રોજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી 23 કેસો કોરોનાના સામે આવ્યા હતા. જ્યારે ગઈકાલે 2જી જાન્યુઆરીએ પણ વાયબ્રન્ટની હેલીપેડ ગ્રાઉન્ડની સાઈટ પરથી ત્રણ મજૂરો સહિત 20 લોકો સંક્રમણનો ભોગ બન્યા હતા.
આજે પણ જિલ્લામાં એકસાથે 27 લોકોને કોરોનાએ સંક્રમિત કર્યા છે. જેમાં વિદ્યાર્થી, વૃદ્ધોથી માંડી ગૃહિણીઓને કોરોનાનો શિકાર બન્યા છે. ગ્રામ્ય વિસ્તારમા ગઈકાલે 6 કેસો મળી આવ્યા હતા. જ્યારે આજે પણ 9 કોરોનાના કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં દહેગામમાં 48 વર્ષીય આધેડ, 28 વર્ષની ગૃહિણી તથા સી આરપીએફ લેકાવાડામાં 36 વર્ષીય કર્મચારી તેમજ અડાલજમાં 34 અને 36 વર્ષની ગૃહિણી, 60 વર્ષીય વૃદ્ધા, 13 વર્ષની વિધાર્થીની અને 12 વર્ષનો વિદ્યાર્થી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. અને શેરથા માંથી પણ 37 વર્ષીય વેપારી કોરોના પોજીટીવ હોવાનો રિપૉર્ટ આવ્યો છે.
એજ રીતે કોર્પોરેશન વિસ્તારમાં રાંદેસણની 23 વર્ષની યુવક, સેકટર-7ની 70 વર્ષના વૃદ્ધા, 52 વર્ષના વૃદ્ધ, સેકટર- 6માં 49 વર્ષીય આધેડ, સેક્ટર-24ની 25 વર્ષીય યુવતી, સુઘડની 34 વર્ષની ગૃહિણી, કુડાસણમાં 34 વર્ષીય ગૃહિણી, 61 વર્ષીય વૃદ્ધા, 37 અને 33 વર્ષીય દંપતી, 27 વર્ષીય મહિલા અને સરગાસણમાં 55 વર્ષીય વૃદ્ધ, 41 વર્ષીય ગૃહિણી, 22 વર્ષીય યુવક, સેકટર - 4 માં 18 વર્ષનો વિદ્યાર્થી, સેકટર -3 માં 37 વર્ષનો યુવાન અને સેકટર - 19માં 25 વર્ષીય યુવક કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. આમ માત્ર ત્રણ દિવસમાં જ કોરોનાનો આંકડો 70 સુધી પહોંચી જવા પામ્યો છે.
દહેગામ શહેર ભાજપ સંગઠનના ઉપપ્રમુખ ગોપાલ બારોટ કોરોના સંક્રમિત થયા
દહેગામ શહેર સંગઠન ઉપપ્રમુખ અને પૂર્વ યુવા મોરચાના દહેગામ ભાજપા પ્રમુખ ગોપાલ બારોટનો પણ રિપૉર્ટ પોઝિટિવ આવતાં હડકંપ મચી ગયો છે. કારણ કે તાજેતરમાં જ ગાંધીનગર અને દહેગામના કાર્યકર્તાઓનો પ્રશિક્ષણ વર્ગો ધણપ લબ્ધિ ધામ ખાતે યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. જેમાં દહેગામ ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ તેમજ દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર પણ હાજર રહ્યા હતા. ત્યારે ભાજપ સંગઠનના ઉપપ્રમુખ ગોપાલ બારોટનો રિપૉર્ટ કોરોના પોઝિટિવ આવતાં સૌ કાર્યકરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી ગોપાલ બારોટ કોરોના સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.