કોરોના અપડેટ:એક્ઝિબિશનમાં કામ કરતા 3 મજૂર અને 6 વિદ્યાર્થી સહિત મનપામાં કોરોનાના 14 કેસ

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક

વાઇબ્રન્ટનની તડામાર તૈયારીઓની વચ્ચે મનપા વિસ્તારમાં કોરોનાના કેસ પણ વધી રહ્યા છે. વાઇબ્રન્ટ અંતર્ગત સેક્ટર-17માં આવેલા એક્ઝિબિશન સેન્ટરમાં કામ કરતા 21 વર્ષીય, 25 વર્ષીય અને 28 વર્ષીય ત્રણ મજુરોનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કોરોનાના વધતા જતા કેસ વચ્ચે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે. સતત બીજા દિવસે મનપા વિસ્તારમાંથી છ વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે.

તેમાં કુડાસણમાં રહેતો 17 વર્ષીય વિદ્યાર્થી, પાલજ આઇઆઇટીનો 29 વર્ષીય વિદ્યાર્થી અને 45 વર્ષીય વિદ્યાર્થીની ઉપરાંત પીડીપીયુના 22 વર્ષીય અને 20 વર્ષીય વિદ્યાર્થીનીઓ તથા 22 વર્ષીય વિદ્યાર્થી કોરોનામાં સપડાયો છે. વધુમાં મુંબઇ લગ્નમાં ગયેલી સુઘડની 63 વર્ષીય મહિલા, અંજારથી આવેલી સરગાસણની 31 વર્ષીય મહિલા, સેક્ટર-27ની 34 વર્ષીય મહિલા, સેક્ટર-4ની 56 વર્ષીય મહિલા અને સેક્ટર-2ના 54 વર્ષીય આધેડ કોરોનામાં સપડાયા છે.

કોરોનાગ્રસ્તના સંપર્કવાળા 138 લોકોને કોરન્ટાઇન કર્યા છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાંથી ગાંધીનગર તાલુકાના મિલેટ્રી સ્ટેશનનો 41 વર્ષીય જવાન, અમદાવાદ ગયેલા પીપલજના 54 વર્ષીય ખેડુત, વડોદરા લગ્ન પ્રસંગમાં ગયેલા અડાલજના 72 વર્ષીય પતિ અને 70 વર્ષીય પત્ની સંક્રમિત થયા છે.

જ્યારે કલોલ તાલુકાના બોરીસણનો 24 વર્ષીય યુવાન પોઝિટીવ વ્યક્તિના સંપર્કમાં આવતા સંક્રમિત થયો છે. જ્યારે રાંચરડાની 43 વર્ષીય મહિલા મુંબઇમાં લગ્ન પ્રસંગે ગઇ હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. ઉલ્લેખનિય છે કે દિવસે ને દિવસે કોરોનાના કેસો વધે છે ત્યારે લોકોએ સાવચેતી રાખવી હિતાવહ છે. લોકોએ માસ્ક પહેરવું જોઇએ, સોશ્યિલ ડિસ્ટન્સ રાખવું જોઇએ જેવી સાવધાની રાખવી જોઇએ.

જિલ્લામાં 741 લોકોએ રસી લીધી
કોરોનાને હરાવવા માટે રસીકરણના ભાગરૂપે રવિવારે જિલ્લાના 741 લોકોએ રસીનો પ્રથમ અને બીજો ડોઝ લીધો છે. તેમાં મનપા વિસ્તારમાંથી 569 અને ગ્રામ્ય વિસ્તારમાંથી 172 લોકોએ રસી લીધી હોવાનું આરોગ્ય તંત્રએ જણાવ્યું છે. આ રીતે હવે લોકોમાં રસી અંગે વધુ જાગૃતિ આવી રહી છે

2 યુવતીએ ઓમિક્રોનને હરાવ્યો
તાન્જાનીયાથી રાયસણ આવેલી બે યુવતીઓના કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગર સિવિલના કોવિડ વોર્ડમાં િપોર્ટનું જિનોમ સિક્વન્સિસ કરાવતા ઓમિક્રોને વેરીયન્ટ જોવા મળતા બન્નેને ઓમિક્રોન વોર્ડમાં સારવાર અપાતા બન્ને યુવતીએ ઓમિક્રોનને હરાવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.

4 દિવસના તફાવત પછી આંકડામાં સુધારો
ચાર દિવસથી કોરોનાના નોંધાયેલા કેસની સંખ્યા જિલ્લાની પ્રેસનોટ કરતા રાજ્યની પ્રેસનોટમાં વધારે રહેતી હતી. ગત 30મી, ડિસેમ્બરેજિલ્લાની પ્રેસનોટમાં 15 અને રાજ્યની પ્રેસનોટમાં 19, ગત 31 ડિસેમ્બરના રોજ જિલ્લામાં 17 સામે રાજ્યની યાદીમાં 18, ગત 1લી, જાન્યુઆરએજિલ્લાની યાદીમાં 23 અને રાજ્યની યાદીમાં 26 કેસનો ઉલ્લેખ હતો.

અન્ય સમાચારો પણ છે...