કોરોના અપડેટ:ગાંધીનગરમાં આજે 8 કોરોના કેસોની સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ થયા, 40 સેન્ટરો પરથી આજે 4181 લાભાર્થીનું ટીકાકરણ થયું

ગાંધીનગર4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 3 કેસોની સામે 5 દર્દીઓ ડિસ્ચાર્જ

ગાંધીનગરનાં ગ્રામ્ય તેમજ કોર્પોરેશન વિસ્તારમાં આજે 8 કોરોના કેસોની સામે 12 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે જિલ્લાના 40 સેન્ટરો પરથી 4181 લાભાર્થીઓનું ટીકાકરણ કરવામાં આવ્યું હતું.

સારવાર લઇ રહેલાં 12 દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આવ્યાં

કોરોનાની ઘાતક બનેલી બીજી લહેર તેના અંતિમ ચરણમાં હોય તેમ દિનપ્રતિદિન પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. માર્ચ માસના અંતિમ દિવસોમાં શરૂ થયેલી આ લહેરનો ભોગ અનેક પરિવારો બન્યા છે. ત્યારે ગાંધીનગર શહેર અને જિલ્લામાં લાંબા સમયના અંતરાલ પછી કોરોનાના પોઝિટિવ દર્દીઓ સીંગલ ડીજીટમાં આવ્યા હોય તેમ આજે નવા 8 કેસ સરકારી ચોપડે નોંધાયાં છે. તો સારવાર લઇ રહેલાં 12 દર્દીઓને કોરોનામુક્ત કરવામાં આવ્યાં છે.

ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 3 કેસોની સામે 5 દર્દીઓ ડિસ્ચાર્જ

જે અંતર્ગત આજે ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના 3 કેસોની સામે 5 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. જ્યારે કોર્પોરેશન વિસ્તારમાંથી 5 કોરોના કેસો સામે આવ્યા હતા. જેની સામે 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તાર મળીને કુલ 8 કોરોના કેસોની સામે 12 દર્દીઓ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

જિલ્લામાં 4181 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી

બીજી તરફ આજે ગાંધીનગર જિલ્લામાં 4181 લાભાર્થીને 40 સેન્ટરો પરથી કોરોનાની રસી આપવામાં આવી હતી. ત્યારે અત્યાર સુધીમાં કોવિડ રસીનો 2 લાખ 56 હજાર 922 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 88 હજાર 378 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જેમાં 45 થી 60 વય મર્યાદાના કો મોર્બિડીટી ધરાવતા અને 60 વર્ષથી વધુ વયના કુલ 1 લાખ 93 હજાર 729 લાભાર્થીને પ્રથમ ડોઝ તેમજ 64 હજાર 088 લાભાર્થીને કોરોનાનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...