રસીકરણ:ગાંધીનગરના ચાર તાલુકામાં 54 હજાર કિશોરોને કોરોના રસીથી સુરક્ષિત કરાયાં, જિલ્લામાં 83.12 ટકા કામગીરી પૂર્ણ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસીથી વધુને વધુ બાળકોને સુરક્ષિત કરવા ખાસ રાત્રિ કેમ્પ પણ યોજાયા
  • સૌથી વધુ કલોલ તાલુકામાં 88.66 ટકા કિશોરોનું રસીકરણ કરી દેવાયું
  • ગાંધીનગરમાં 86.34%, માણસામાં 78.10% અને દહેગામ તાલુકામાં 77.04% રસીકરણ પૂર્ણ

ગાંધીનગર જિલ્લામાં વધતા જતાં કોરોના સંક્રમણ વચ્ચે માણસા, દહેગામ, કલોલ અને ગાંધીનગર એમ ચાર તાલુકામાં છ દિવસ દરમિયાન 15થી 18 વર્ષના 54 હજારથી વધુ બાળકોને રાત્રિ કેમ્પ પણ યોજીને કોરોના રસીથી સુરક્ષિત કરવામાં આવ્યા છે. જેમાં સૌથી વધુ કલોલમાં 88.66 ટકા કિશોરોનું રસીકરણ કરી દેવાયું છે.

કોરોનાની વૈશ્વિક મહામારીની ત્રીજી લહેરમાં કિશોરોને કોરોના સંક્રમણથી બચાવવા માટે 15થી 18 વર્ષના બાળકોને કોરોના રસીથી સુરક્ષિત કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં ગાંધીનગર આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં છ દિવસમાં 54 હજારથી વધુ બાળકોને કોરોના રસી આપીને 83.12 ટકા કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે.

આ અંગે જિલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. હરેશભાઈ નાયકે જણાવ્યું હતું કે, ચાર તાલુકા પૈકી ગાંધીનગરમાં 17 હજાર 751ના લક્ષ્યાંક સામે 15 હજાર 326, કલોલમાં 18 હજાર 932ના લક્ષ્યાંક સામે 15 હજાર 649, માણસામાં 12 હજાર 915ના લક્ષ્યાંક સામે 10 હજાર 086 અને દહેગામમાં 17 હજાર 144ના લક્ષ્યાંક સામે 13 હજાર 208 બાળકોને કોરોના રસી આપીને સુરક્ષિત કરી દેવામાં આવ્યા છે.

ચાર તાલુકાની ટકાવારી કામગીરી મુજબ ગાંધીનગરમાં 86.34%, કલોલમાં 88.66%, માણસામાં 78.10% અને દહેગામમાં 77.04% એટલે કે જિલ્લામાં કુલ. 83.12% કિશોરોનું રસીકરણ કરી દેવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ત્રીજી જાન્યુઆરીથી 15થી 18 વર્ષના બાળકોના રસીકરણનો પ્રારંભ છાલા ગામથી કરવામાં આવ્યો હતો.

જેમાં પ્રથમ દિવસે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં 16 હજાર 124 અને શહેરી વિસ્તારમાં 4 હજાર 410 એમ કુલ 20 હજાર 534 બાળકોને રસી આપવામાં આવી હતી. આ દરમ્યાન કોરોના રસીથી વધુને વધુ બાળકોને સુરક્ષિત કરવા માટે ખાસ રાત્રિ કેમ્પ પણ યોજવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...