ફુડ પોઇઝનીંગ:ગાંધીનગરના ચિલોડામાં લીલું ઘાસ ખાતા 20 વાછરડાને ઝેરી અસર, પાંચના મોત થતાં ગાયોએ દુધ આપવાનું બંધ કર્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વેટરનરી ડોક્ટરોની ટીમે સારવાર આપીને 15 વાછરડાને બચાવી લીધા

ગાંધીનગરના મોટા ચીલોડામાં પશુપાલકના 20 વાછરડાને ફુડ પોઇઝનીંગની અસર થઇ હતી. લીલુ ઘાસ ખાધા બાદ અસર થયેલા પાંચ વાછરડા સ્થળ પર જ મોતને ભેટ્યા હતા. જ્યારે અન્ય 15 વાછરડાઓને વેટરનરી ડોક્ટરોની ટીમે સારવાર આપીને બચાવી લીધા હતા.

વાછરડાઓ માટે ઘરે જ ઘાસ લાવતા
આ ઘટનાથી પશુપાલક ઉપર ભારે આફત આવી પડી હતી. ચિલોડા ખાતે બનાસકાંઠાના પશુપાકલ વર્ષોથી વસવાટ કરે છે. જે પૈકી ચિલોડામા પાટણના નાળીયા વિસ્તારમાં રહેતાં વિરમભાઇ ભરવાડ ગાયો તેમજ પશુપાલનનો વ્યવ્યસાય કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પશુપાલક તેમની તમામ ગાયો અને અન્ય ઢોરને ચરાવવા માટે બહાર લઇ જતા હતા, પરંતું વાછરડાઓ માટે ઘરે જ લીલુ ઘાસ કાપીને લાવતા હતા.

15 વાછરડાઓને બચાવી લેવાયા
ગઇકાલે રાબેતા મુજબ 20 જેટલા એકથી પાંચ વર્ષના વાછરડા માટે ઘાસ લાવ્યા હતા. ઘાસ ખાધા બાદ વાછરડાઓની તબીયત લથડવા લાગી હતી અને ટપોટપ મુર્છાઇને નીચે પડવા લાગ્યા હતા. પાંચ વાછરડાઓના તો તુરંત જ મોત નીપજ્યા હતા. જેથી પશુપાલક ફફડી ઉઠ્યા હતા. ઘટનાની જાણ જિસ્સા વેટરનરી ડોક્ટરોને કરતાં એક ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. સારવાર આપવા છતાં 20 પૈકી 15 વાછરડાઓના ફુડ પોઇઝનીંગ અસર હોવા છતાં બચાવી લેવાયા હતા. જોકે, પાંચ વાછરડાઓના મોત નીપજ્યા હતા. પાંચ વાછરડા મોતને ભેટતા ગાયોએ કુદરતી રીતે દુધ આપવાનું બંધ કરી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...