તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:છાલા ગામમાં મહિલાને પડોશીએ ગડદાપાટુંનો માર મારતાં ફરિયાદ

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નજીવી બાબતે થયેલા વિવાદથી મામલો બિચક્યો
  • મહિલાએ પોતાની દીકરીને બોલાવતાં મારામારી કરી

છાલા ગામમા આડોશ પાડોશમા રહેતા બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થયા બાદ મારામારી થઇ હતી. મહિલાની દિકરી હેરાન કરતા તેને ધમકાવી રહી હતી. તે સમયે પાડોશમા રહેતા શખ્સે ગાળો બોલાવાનુ શરૂ કર્યુ હતુ અને બાદમા મારામારી કરતા ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામા આવી હતી.

મળતી માહિતી મુજબ ગીતાબેન જયંતિભાઇ દંતાણી (રહે, છાલા, બળિયાદેવ મંદિર પાસે)ની દિકરી માયા રાત્રિના સમયે તેની મમ્મીને હેરાન કરી રહી હતી. તે સમયે મમ્મી ગીતાબેન તેને ધમકાવી રહ્યા હતા. ત્યારે પડોશમા રહેતા મંગાભાઇ રમણભાઇ દંતાણી અને પત્નિ ગીતાબેન મંગાભાઇ દંતાણી તથા નર્મદાબેન રમણભાઇ દંતાણી આવીને સીધા જ ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે તેમના ઘર આગળ આવીને ત્રણે જણા આવીને કહેવા લાગ્યા કે ગાળો કેમ બોલો છો ?. તેમ કહી જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગ્યા હતા.

તે સમયે દિકરીની મહિલા કહેવા લાગી હતી કે હુ તમને ગાળો બોલતી નથી. તેમ કહેતાની સાથે જ મંગાભાઇના હાથમાં લાકડી હતી કે માથામાં ફટકારી દીધી હતી. જે કપાળ પર વાગતા લોહિ લુહાણ હાલત થઇ ગઇ હતી. ત્યારબાદ પણ ત્રણે લોકોએ મહિલાને ગડદાપાટુનો માર માર્યો હતો. બબાલ મોટી થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને મારામારી થતા અટકાવી હતી. જ્યારે ઇજાગ્રસ્ત મહિલાને છાલા હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. ઇજાગ્રસ્ત મહિલાને ત્રણે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવ બાદ થોડો સમય ભારે ચકચાર મચી હતી.

અન્ય સમાચારો પણ છે...