તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત BJPમાં ફેલાયેલી રાજકીય ગરમી ઉપર ઠંડુ પાણી ઢોળવા આવશે

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભૂપેન્દ્ર યાદની ફાઇલ તસવીર - Divya Bhaskar
ભૂપેન્દ્ર યાદની ફાઇલ તસવીર
  • શનિ-રવિ રોકાઇને સરકાર અને સંગઠનને સાથે મળીને કામ કરવાના આદેશ આપશે

કોરોનાના બીજા પીક દરમિયાન રાજ્ય સરકારને માથે માછલાં ધોવાયાં છે, આ કારણોસર ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની ખૂબ અફવાઓ ઊઠી છે. આ સંજોગોને ધ્યાને લઇને ગુજરાત ભાજપના પ્રભારી નેતા ભૂપેન્દ્ર યાદવ આ શનિવારે બે દિવસના પ્રવાસ અર્થે ગુજરાત આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ પક્ષના સરકાર અને સંગઠનમાં રહેલાં નેતાઓ સાથે સંયુક્ત બેઠક કરશે.

ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલની પરિસ્થિતિમાં પક્ષમાં વાતાવરણ ખૂબ ગરમ બન્યું છે અને તેને ઠંડુ પાડવા માટે જ યાદવ બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. હાઇકમાન્ડનો સીધો આદેશ લઇને યાદવ સરકાર અને સંગઠનના નેતાઓને સાથે મળીને કામ કરવા હુકમ કરશે. આગામી વિધાનસભાની ચૂંટણી મુદ્દે નેતાઓને દિશાનિર્દેશ આપશે.

15 જૂને ધારાસભ્યોની બેઠક મળશે
કોરોનાની આ લહેર દરમિયાન વિવિધ વિસ્તારોમાં લોકોની લાગણીઓમાં ઘણું પરિવર્તન આવ્યું છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આ સ્થિતિની સમીક્ષા કરવા તથા રાજકીય પરિમાણોને ચકાસવા માટે થઇને ગુજરાત ભાજપે ધારાસભ્યોની 15 જૂને બેઠક બોલાવી છે. આ બેઠકમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઇને ધારાસભ્યો કેવી રીતે લોકસંપર્ક કરીને જનતાને મદદરૂપ થવા માટેની ચર્ચા પણ થશે.

અન્ય સમાચારો પણ છે...