તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ:ગાંધીનગરમાં ચ-2 અને ચ-3 ખાતે રૂ. 72.80 લાખના ખર્ચે 2 અંડરપાસ બનશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અંડરપાસનાં નિર્માણકામોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મંજૂરી આપી

શહેરના ચ રોડ પર ચ-2 અને ચ-3 ખાતે 72.80 કરોડના ખર્ચે બે અંડરપાસ બનશે. ગાંધીનગરની સુંદરતામાં ઘટાડો ન થાય તે રીતે નવી ડીઝાઇનના બે અંડરપાસ નિર્માણ માટે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે બજેટમાં જાહેરાત કરી હતી, હવે આ બંન્ને કામોને બુધવારે મંજૂરી આપવામા આવી છે. નીતિન પટેલે કહ્યું હતું કે, ‘ગાંધીનગર શહેરની ગ્રીન સીટી તરીકેની ઓળખને અસર ન થાય તથા ચ-2 અને ચ-3 જંકશન પર ટ્રાફીક જામ તથા અકસ્માતોના નિવારણ માટે નવી ડીઝાઇનના બે અંડરપાસ મંજૂર કરાયા છે, જેના કામો ટૂંક સમયમા શરૂ કરાશે. 72.80 કરોડના ખર્ચે નિર્માણ થનાર બંને અંડરપાસ 450 મીટર લંબાઇના બનશે. જેમાં મુખ્ય બ્રીજ 100 મીટર તથા એપ્રોચ રોડ 1200 મીટર એપ્રોચ લંબાઇના નિર્મિત કરાશે. આ સાથે 2 કિલોમીટર લંબાઈનો સર્વિસ રોડ બનાવવાનું પણ આયોજન છે. આ અંડરપાસના નિર્માણથી શહેરની ટ્રાફીકની સમસ્યા હળવી થશે અને નાગરિકોના સમયની સાથે ઈંધણની પણ બચત થશે.’

શહેરમાં હાલ 2 અંડરપાસ, 1નું કામ ચાલુ, મુખ્ય પર 4 અંડરપાસ બનાવવનું આયોજન કરાયું
ગાંધીનગરમાં શહેરની રચના સમયે એક સેક્ટરમાંથી બીજા સેક્ટરમાં જવા માટે 12 જેટલા અંડરપાસ બનાવાયા હતા. સમય જતાં અંડરપાસ પુરી દેવાયા હતા અને હાલ સેક્ટર-21 ખાતે એકમાત્ર અંડરપાસ છે. તંત્ર દ્વારા તાજેતરમાં ઘ-4 ખાતે અંડરપાસ બનાવાયા છે, આ સાથે ગ-4 ખાતે અંડરપાસની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ચ રોડ પર સેક્ટર-21 અને 22ને જોડતો જ્યારે ઘ રોડ પર સેક્ટર-22 અને 23ને જોડતા અંડરપાસ અંદાજે 16 કરોડના ખર્ચે બનાવવાની જાહેરાત અગાઉ થઈ ગઈ છે. એટલે શહેરમાં આગામી સમયે મુખ્ય માર્ગ પર 4 અંડરપાસ જ્યારે સેક્ટરોને જોડતાં 3 અંડરપાસ હશે.

વરસાદી સિઝન હોવાથી ગ-4 અંડરપાસની ચાલુ કામગીરી વચ્ચે નવી કામગીરી સમસ્યા સર્જી શકે!
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ચ રોડ પર નવા બે અંડરપાસ બનાવવાની કામગીરીની ટૂંક સમયમાં કામગીરી શરૂ કરી દેવાની જાહેરાત કરાઈ છે. ત્યારે ગ-4 અંડપાસની ચાલી કામગીરી વચ્ચે નવી કામગીરી મુશ્કેલી સર્જી શકે છે. કારણ કે ઘ-4 ખાતે સર્વિસ રોડની અધૂરી કામગીરીને પગલે વરસાદી સિઝનમાં તે ગમે ત્યારે બંધ કરવાની ફરજ પડે છે. તેમાં ગ-4ની સાથે જ ચ-3 અને ચ-2 ખાતે કામગીરી શરૂ કરી દેવાય તો વરસાદી સિઝનમાં નાગરિકો પરેશાન થઈ જાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...