ભરતી બોર્ડની બેઠક:જવાબમાં વિસંગતતાઓ મામલે કહ્યું - જરૂર પડે LRD ફાઇનલ આન્સર કીમાં સુધારો કરીશું

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

એલઆરડી ભરતીની લેખિત પરીક્ષામાં આઠ પ્રશ્નોના જવાબમાં વિસંગતતા મામલે ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી છે. જરૂર જણાયે ફાઇનલ આન્સર કીમાં સુધારાની તૈયારી બોર્ડે દર્શાવી છે.

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે વાંધા અરજીઓ પર અભ્યાસ શરૂ કર્યો છે. આન્સર કીમાં ફેરફાર કરવાનો છે કે નહીંં તેનો આખરી નિર્ણય કરીશું.યુવરાજસિંહ જાડેજાએ બોર્ડનો કે તેની સાથે સંકળાયેલા કોઇપણ અધિકારી કે પદાધિકારીનો સંપર્ક કર્યો નથી. તેમને કોઇપણ પ્રકારનો જવાબ આ સંદર્ભમાં બોર્ડે આપ્યો નથી, તેવી સ્પષ્ટતા હસમુખ પટેલે કરી હતી.

PSI ભરતી બાદ LRD નું પરિણામ આવશે
એલઆરડીની ફાઇનલ આન્સર કી સામે પણ વાંધા આવતા આ વિસંગતતાઓ મામલે એલઆરડી ભરતી બોર્ડ દ્વારા આજે બેઠક બોલાવવામાં આવી છે જેના કારણે આખરી પરિણામ જાહેર કરવામાં વિલંબ થઇ શકે છે. પીએસઆઇ ભરતીનું પરિણામ જાહેર થયા બાદ એલઆરડીનું પરિણામ જાહેર થાય એવી શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...