લેન્ડ ગ્રેબ્રિંગ:ભાટમાં 30 વર્ષ પહેલાં વેચાણ કરેલી જમીનને વારસદારોએ ફરીથી વેચી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વારસદારોના નામ ન હોવા છતા વેચાણ કરી ગેરકાયદે ફેન્સિંગ કરી કબજો કરતા 9 આરોપીઓ સામે અડાલજ પોલીસમાં લેન્ડ ગ્રેબ્રિંગની ફરિયાદ

ભાટમા આવેલી જમીનને અમદાવાદમા રહેતા ખેડૂતે વર્ષ 1991માં ખરીદી હતી. ત્યારબાદ ખેડૂતના વારસદારોએ જમીનને વર્ષ 2008માં અન્ય વ્યક્તિને વેચી મારી હતી. જેમાં વારસદારોના નામ નહિ હોવા છતા વેચાણ દસ્તાવેજની નોંધ પડાવવા જતા મામલો સામે આવ્યો હતો અને ત્રણ દાયકા પહેલા ખરીદેલી જમીનના માલિકને ખબર પડતા અપીલ કરી હતી. જ્યારે જમીન ઉપર નવા માલિકે ફ્રેન્સીંગ કરીને કબ્જો કરી લીધો હતો. જેને લઇને અડાલજ પોલીસ મથકમાં 9 આરોપીઓ સામે લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો.

સાકળચંદ જેચંદભાઇ પટેલ (રહે, કાસા બંગલો ભાટ, હાલ રહે, શ્યામલ ચાર રસ્તા, અમદાવાદ)એ ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 1991મા ભાટ ગામની સીમમા આવેલા સર્વે નંબર 58 વાળી જમીનને માલિક જીવણભાઇ શનાભાઇ ભરવાડ (રહે, ભાટ, ગાંધીનગર) પાસેથી ખરીદી હતી. જેનો વેચાણ દસ્તાવેજ કરાયો હતો અને કબ્જો પણ સોપ્યો હતો. જમીનમા વેચાણ ફેરફારની નોંધ પડ્યા પછી વર્ષ 1995થી રેકર્ડમા અમારુ નામ ચાલે છે.

જમીન અમારા નામે હોવા છતા વર્ષ 2019મા નીલાબેન સાગરભાઇ રાયકા (રહે, સેક્ટર 1, ગાંધીનગર) દ્વારા જમીનને વેચાણ રાખી હોવાની અરજી કરી વેચાણ નોંધ પડાવવા કાર્યવાહી કરી હતી. જેની અમને ખબર પડતા તકરારી કેસ કરાતા નોંધ ના મંજૂર થઇ હતી. વેચાણ બાબતે તપાસ કરતા ખબર પડી હતી કે, વર્ષ 2008મા ખેડૂત જીવણભાઇ ભરવાડના વારસદારો ગાભાભાઇ જીવણભાઇ ભરવાડ, રમેશ જીવણભાઇ ભરવાડ, ભરત જીવણભાઇ ભરવાડ, સુમીબેન જીવણભાઇ ભરવાડ, મેનાબેન જીવણભાઇ ભરવાડ, લીલાબેન જીવણભાઇ ભરવાડ અને લાધીબેન જીવણભાઇ ભરવાડ (તમામ રહે, ભાટ, ગાંધીનગર) અને કન્ફરમિંગ પાર્ટ તરીકે નીતાશ ફરેદુન તારાપોરવાલા (રહે, શાહીબાગ, અમદાવાદ) દ્વારા જમીન પચાવી પાડતા રેકર્ડ ઉપર નામ નહિ હોવાનુ જાણવા છતા વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો.

જ્યારે જમીન ઉપર તપાસ કરતા નીલાબેન રાયકા દ્વારા ફ્રેન્સીંગ કરી ગેરકાયદેસર કબ્જો જમાવી દીધો હતો. હાલમા પણ તેમના દ્વારા જમીન ઉપર કબ્જો કરવામા આવ્યો છે. જેને લઇને 9 આરોપીઓ સામે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...