બસમાં મુસાફરી સંખ્યા વધી:ઑગસ્ટમાં STના 405 વિદ્યાર્થી અને 2614 મુસાફર પાસ નીકળ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જુલાઈ મહિનામાં માત્ર 31 પાસ ઇશ્યુ કરાયા હતા
  • કોરોના વાઇરસનું સંક્રમણ ઘટતાં બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓની સંખ્યા વધી

કોરોનાનું સંક્રમણ હાલમાં મંદ પડતાં જ શાળાઓ ખોલી દેવામાં આવી છે. આથી ગત ઓગસ્ટ માસમાં 405 વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી પાસ નિકાળ્યા હતા. જ્યારે સંક્રમણની અસર નહીવતને પગલે બસમાં મુસાફરી કરનારાઓ વધતા 2614 મુસાફરોએ મુસાફરી પાસ કઢાવ્યો છે.

છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા કોરોનાની મહામારીમાં હાલમાં સંક્રમણ મંદસ્થિતિમાં હોવાથી જનજીવન પૂર્વવત થઇ રહ્યું છે. જોકે કોરોનાની બીજી લહેરમાં સંક્રમણના આકારા તેવરને પગલે એસ ટી બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં ઓટ આવી હતી. આથી મુસાફરી પાસની સંખ્યામાં ઓટ આવી હતી. જ્યારે શાળાઓ બંધ રહેતા વિદ્યાર્થી પાસ નહી નિકળતા આર્થિક માર ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને પડ્યો હતો. ત્યારે હાલમાં મંદ પડેલી કોરોનાની સ્થિતિને પગલે શાળા-કોલેજ ખોલી દેવામાં આવી છે.

ઉપરાંત બસમાં મુસાફરી કરનાર મુસાફરોની સંખ્યામાં વધારો થયો છે. ગત જુલાઇ માસમાં 174 પાસ નિકળતા કુલ 58710ની આવક ડેપોને થઇ હતી. જ્યારે ઓગસ્ટ માસમાં 2614 મુસાફર પાસ નિકળતા કુલ આવક રૂપિયા 2280450ની થઇ છે. જ્યારે વિદ્યાર્થી પાસ કુલ 405 નિકળ્યા હતા તેમાંથી 94 મફત પાસ અને 311 વિદ્યાર્થી કન્સેશનવાળા પાસ નિકળ્યા હતા. આથી ડેપોને કુલ રૂપિયા 766525ની આવક ડેપોને થઇ છે. જ્યારે ગત જુલાઇ માસમાં મફત પાસ કુલ 31 નિકળતા કુલ આવક રૂપિયા 125826 થઇ હોવાનું ડેપો મેનેજર કિર્તન પટેલે જણાવ્યું છે.

જોકે ગત જુલાઇ માસની સરખામણીએ ઓગસ્ટ માસમાં વિદ્યાર્થી અને મુસાફર પાસ વધુ નિકળ્યા છે. આથી કોરોનાકાળમાં આર્થિક માર સહન કરતું એસ ટી નિગમ આવક લઇ રહ્યું છે. જો કોરોનાની સભંવિત ત્રીજી લહેર આવે નહી તો એસ ટી નિગમ અગાઉની જેમ જ દરરોજની આવક કરશે તેમ ડેપો મેનેજરે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...