અંતે કાળ ભરખી ગયો:ગાંધીનગરના લેકાવાડા-પાલજ રોડ પર બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ઈજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના લેકાવાડા - પાલજ રોડ પર સાત દિવસ અગાઉ બે બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં એક ઈજાગ્રસ્તનું અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરના બાસણગામનાં ગોંવિદજી ચંદુજી ઠાકોરનાં નાના ભાઈ ગણપતજી ચંદુજી ઠાકોર (ઉ.વ.40) ગાંધીનગર જુના સચિવાલય પાસે આવેલ મીના બજારમાં ગામના વાઘેલા રણજીતસિંહ ફુલાજીની કાપડની દુકાને નોકરી કરતા હતા. ગત તા. 1/12023 ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં ગોવિંદજી ઘરે હાજર હતા. એ વખતે ફોનથી જાણ થઈ હતી કે તેમના નાના ભાઈ ગણપતજી અને વાઘેલા રણજીતસિંહના બાઈક પાછળ બેસીને ઘરે આવી રહ્યા હતા. ત્યારે લેકાવાડા પાટીએ પાલજ જવાના રોડ ઉપર અન્ય એક બાઈક સાથે એકસીડેન્ટ થતા બન્નેને સિવિલ લઈ જવાયા છે.

આ સાંભળી ગોવિંદજી તેમના ભત્રીજા કલ્પેશજી ફુલાજી ઠાકોર સિવિલ ગયા હતા. જયા ગણપતજીને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થયેલ હોઈ તેઓ સારવાર હેથળ બેભાન હતા. જયારે બાઈક નાં રણજીતસિંહને પણ મોઢાના ભાગે ઈજાઓ થયેલ હતી. આ અકસ્માત અંગે પૂછતાં રણજીતસિંહે કહેલું કે પાલજ પાટીયા પાસે પુ ઝડપે વળાકમાં વળેલ તે વખતે બીજા બાઈક સાથે સાથે એકસીડન્ટ થયો હતો.

બાદમાં સિવિલમાંથી ગંભીર ઈજાગ્રસ્ત ગણપતજીને વધુ સારવાર અર્થે અમદાવાદ આ સિવિલ દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સઘન સારવાર આપવામાં આવી રહી હતી. જો કે ગઈકાલે અચાનક જ સારવાર દરમિયાન તબિયત લથડી પડતાં ગણપતજીનું મોત નીપજ્યું હતું. આ અંગે ચીલોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...