તાલીમ:ગાંધીનગરના આલમપુરમાં મહિલાઓને ફળ- શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ અપાઇ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આલમપુર ગામ ખાતે ફળ અને શાકભાજીની જાળવણી કાર્યક્રમ હેઠળ પાંચ દિવસ મહિલા તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે મહિલાઓને ફળ- શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

તાલીમાર્થી બેનોને તાલીમનું સર્ટીફિકેટ આપવામાં આવ્યા
નાયબ બાગાયત નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા આલમપુર ગામ ખાતે ફળ અને શાકભાજીની જાળવણી કાર્યક્રમ હેઠળ પાંચ દિવસ યોજાયેલા કાર્યક્રમમાં 69 જેટલી મહિલાઓ સહભાગી બની હતી. આજે તાલીમ મેળવનાર મહિલાઓને નાયબ બાગાયત નિયામક જે.આર.પટેલના હસ્તે તાલીમાર્થી બેનોને તાલીમનું સર્ટીફિકેટ અને તાલીમ સાહિત્ય આપવામાં આવ્યું હતું.

નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા તાલીમ વર્ગનું આયોજન કરાયું
ભારત સરકાર દ્વારા વડાપ્રધાનના કુપોષણ મુક્ત ભારતના સપનાને સાકાર કરવા પોષણ અભિયાન અંતર્ગત પોષણ માસ સપ્ટેમ્બર-2022ની ઉજવણી નિમિત્તે નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા આ તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલાઓને ફળ- શાકભાજીમાંથી બનતી વિવિધ બનાવટો બનાવવાની તાલીમ આપવામાં આવી હતી.

મહિલાઓને ફળ અને શાકભાજીથી બનતી બનાવટની પ્રેક્ટિકલ તાલીમ અપાઈ
આ તાલીમ વર્ગમાં ફળ અને શાકભાજી માંથી બનતી વિવિધ બનાવટો જેવી કે, સફરજન લીંબુનો સ્ક્વોશ, ટામેટા કેચપ, મિક્ષફ્રુટની ચટણી, મિક્ષફ્રુટ જામ, રીંગણ બટાટા અથાણું, ખજુરનું અથાણું, લીંબુ મરચાંનું અથાણું, ગાજર મરચાનું અથાણું, સફરજનનું અથાણું, આમળાનું અથાણુ, કોપરાની છીણના લાડુ, ખજૂરના લાડુ, કાજુ કારેલાનું અથાણું, આમળા જીંજર, લેમન જીંજર, દાડમ લીંબુ નું શરબત, પાઈનેપલ સ્ક્વોશ, દાડમની જેલી, કાચા પપૈયાની તુટી ફ્રુટી બનાવવા અંગેની પ્રેક્ટિકલ સાથે કુલ 69 મહીલાઓને તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ મદદનીશ બાગાયત નિયામક, વૈશાલીબેન કેવડીયા, બાગાયત નિરીક્ષક, જે.પી.સોલંકી, તથા બાગાયત મદદનીશ, ચેતનાબેન ચૌધરી દ્વારા આપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...