વડોદરા મહેંદી હત્યા કેસ:અમદાવાદમાં મહેંદીએ પત્ની આરાધનાની હાજરીમાં જ સચિનને લાફા માર્યા હતા, પત્નીએ માર ખાતાં બચાવ્યો હતો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેંદી અને સચિનની ફાઇલ તસવીર. - Divya Bhaskar
મહેંદી અને સચિનની ફાઇલ તસવીર.
  • પત્ની આરાધનાએ ફોન કર્યા બાદ સચિન સમાધાન માટે ગયો હતો

સચિન મહેંદી કેસ સમગ્ર રાજ્યમા ચર્ચાસ્પદ બની ગયો છે. હાલમા સચિન બરોડા પોલીસની કસ્ટડીમા છે. ત્યારે માસુમને તરછોડયા બાદ સચિન સહિત તેનો પરિવાર પ્રેમીકા મહેંદી અને સચિનના પ્રેમ સબંધને લઇને અજાણ હોવાનુ રટણ કરતો હતો. પરંતુ ધીરેધીરે સમગ્ર વિગત બહાર આવી રહી છે. મહેંદીએ સચિનને પત્નીની હાજરીમાં અમદાવાદમા મારમાર્યો હતો. જેમા તેની પત્નિએ માર ખાતા બચાવ્યો હોવાનુ સૂત્રો પાસેથી માહિતી મળી હતી.

ગત 8 ઓક્ટોબર મોડી રાત્રે પેથાપુરની ગૌશાળામા એક માસૂમને તરછોડવામા આવ્યો હતો. આ માસૂમના કેસથી મર્ડર સુધીનો કેસ ખુલવા પામ્યો હતો. બાળકની માના પ્રેમીએ તેને તરછોડતા પહેલા મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ કેસમા પોલીસે 20 કલાક બાદ માસુમને તરછોડનાર પિતાને ઝડપી લીધો હતો. ત્યારબાદ સમગ્ર બાબતે પડદો ઉંચકાયો હતો.

હું હવે આ રસ્તે નહિ જાઉ
આ પહેલા સચિન દિક્ષિતનો પરિવાર મહેંદી સાથે કોઇ બાબતે પરિચિત નહિ હોવાનુ રટણ રટવામા આવતુ હતું. ત્યારે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સચિન દિક્ષિતની પત્નિ આરાધનાએ સચિનનો ફોન ચેક કર્યો હતો, તે સમયે આરાધનાએ ફોન કર્યો હતો. ત્યારબાદ સચિન સાથે આ બાબતે વાત કરતા સચિને કહ્યુ હતુ કે, હું હવે આ રસ્તે નહિ જાઉ.

અન્ય સમાચારો પણ છે...